________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભવ જયપુરમાં
૧૮૩
ગયો. ડાકુઓનો પ્રભવ પ્રત્યેનો અદ્ભુત પ્રેમ જોઈને તેની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં.
પ્રભુએ પ્રભવને કહ્યું : ‘મોટાભાઈ, આપની સાથે આપના બધા સાથી પુરુષો દીક્ષા લે, તો એમના પરિવારોની જવાબદારી હું લઈશ... હું એ પરિવારોને સંભાળીશ. આટલી સેવા કરવાની મને તક આપો...’
‘પ્રભુ, તેં આ જવાબદારી માથે લઈને, મારા માથેથી ચિંતાનો ભાર ઉતારી નાંખ્યો! આ મારા સાથીઓનો માર્ગ સરળ કરી દીધો ભાઈ!'
પ્રભવના પાંચ સાથીઓએ કૃતજ્ઞભાવે પ્રભુ સામે જોયું. પ્રભુએ પ્રભવને કહ્યું:
‘મોટાભાઈ, મારા પર કરુણાં કરી થોડા દિવસો અહીં રોકાઈ જાઓ... મને આપની સેવા કરવાનો અવસર આપો...'
‘પ્રભુ, તારો આગ્રહ છે તો આજનો દિવસ અમે અહીં રોકાઈ જઈશું. આવતી કાલે પ્રભાતે અહીંથી પ્રયાણ કરીશું, પલ્લીમાં જઈને પરિવારોને સમજાવીને એક-બે દિવસમાં જ રાજગૃહી પહોંચી જઈશું.'
'હું આપની સાથે પલ્લીમાં આવીશ, જેથી એ લોકોને આશ્વાસન મળે અને મને એમનો પરિચય થાય.’
‘બહુ સારૂં પ્રભુ! તું અમારી સાથે આવીશ... તેથી સહુને આનંદ થશે.’ મહારાજા વિંધ્યરાજે કહ્યું : ‘પ્રભુ, હવે આ આપણા અતિથિઓને ભોજન કરાવો પછી તેઓ વિશ્રામ કરે... ચોથા પ્રહરમાં ફરી આપણે ભેગા થઈને વાતો કરીશું.’
સહુએ વિંધ્યરાજને પ્રણામ કર્યા અને ખંડમાંથી બહાર નીકળ્યા. પ્રભુએ એક અનુચર દ્વારા મંત્રીમંડળને અને નગરના પ્રમુખ શ્રેષ્ઠીઓને ચોથા પ્રહરમાં મહેલમાં આવી જવા આમંત્રણ મોકલી આપ્યાં.
For Private And Personal Use Only