________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
.
. -
-
-
| 9.પ્રભુ સાથે પક્ષીમાં
પ્રભુ, ખરેખર તેં મને મૂંઝવતા પ્રશ્નનો ઉકેલ લાવી દીધો. મારી પલ્લીના પરિવારોનું તું પાલન સારી રીતે કરીશ, એ વાતની મને શ્રદ્ધા છે. હવે પલ્લીના મારા સાથીદારો નિશ્ચિત બનીને મારી સાથે દીક્ષા લેશે.”
પિતાના આશીર્વાદ લઈને પ્રભવે પ્રભુની સાથે જયપુરથી પ્રયાણ કરી દીધું. એનું મન ખૂબ હળવાશ અનુભવતું હતું. પિતા અને ભાઈ પાસે તેણે ખુલ્લા હૃદયે ક્ષમાયાચના કરીને પોતાના હૃદયને હળવું કરી દીધું હતું.
બન્ને ભાઈઓના અશ્વો સાથે ચાલી રહ્યા હતા. પાછળ પ્રભુના અંગરક્ષકોના અને પ્રભવના સાથીઓના અશ્વો ચાલી રહ્યા હતા. જ્યારે પ્રભવે પ્રભુને ઉપરની વાત કરી, પ્રભુની આંખો આંસુઓથી ઊભરાઈ ગઈ. તે કાંઈ બોલ્યો નહીં. પ્રભવે એની સામે જોયું. “પ્રભુ, સ્વસ્થ બન. ક્ષણે ક્ષણે પરિવર્તન પામતા સંસારનું ચિંતન કર, આસક્તિનાં બંધન તો જ તૂટશે.”
પ્રભુ કાંઈ જ બોલતો નથી. પ્રભવ પણ જંબૂકુમારના વિચારમાં પરોવાયો. બધાં મૌનપણે પલ્લી સુધી પહોંચી ગયાં.
પલ્લીનાં સ્ત્રી-પુરુષોએ પોતાના સરદારનું ભાવભીનું સ્વાગત કર્યું. પ્રભવે પ્રભુનો પરિચય આપ્યો. સહુએ બે હાથ જોડી પ્રભુને પ્રણામ કર્યા. પ્રભુએ પણ સહુનું અભિવાદન કર્યું.
સંધ્યાનો સમય થઈ ગયો હતો. સહુ લોકો પોત-પોતાના ઘરમાં ચાલ્યા ગયા. પ્રભુને લઈ પ્રભવ પોતાના વિશાળ મકાનમાં ગયો. બન્ને ભાઈઓએ મોડી રાત સુધી ઘણી વાતો કરી અને નિદ્રાધીન થયા.
સૂર્યોદય પહેલાં જ પલ્લીવાસીઓની પ્રવૃત્તિથી પલ્લી ધમધમી ઊઠી હતી. પ્રભુ અને પ્રભવ પ્રાભાતિક કાર્યોથી નિવૃત્ત થયા. પ્રભવની આજ્ઞા મુજબ સર્વે પલ્લીવાસીઓ પ્રભવના ઘરની બહાર વિશાળ મેદાનમાં ભેગા થયા હતા. પ્રભુ અને પ્રભાવ તેમની વચ્ચે જઈને એક ઊંચા આસન પર બેઠા. પ્રભવે સહુના ઉપર એક પ્રેમાળ દૃષ્ટિ નાંખી.
સહુ શાન્ત હતાં. પરંતુ પોતાના સરદારની વાત સાંભળવા એટલાં જ ઉત્સુક હતાં. પ્રભવે પોતાની વાત કહેવી શરૂ કરી.
‘તમે સહુ જાણો છો કે અમે રાજગૃહી ગયા હતા. ગયા હતા શા માટે અને બની શું ગયું.. એ વાત મારે તમને કહેવી છે.
For Private And Personal Use Only