________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ સાથે પલ્લીમાં
૧૮૫ નવ્વાણુ ક્રોડ રૂપિયા લેવા માટે અમે રાત્રિના સમયે જંબૂકુમારની હવેલીમાં પ્રવેશ્યા. ત્યાં અમે જંબૂકુમાર અને એની નવોઢા આઠ પત્નીઓને જોઈ. મારી વિદ્યાશક્તિથી બધાને મેં મૂચ્છિત કરી દીધા હતા... એક માત્ર જંબૂકમાર ઉપર મારી વિદ્યા અસર ન કરી શકી. તે જાગતા રહ્યા.... અને તેમણે અમને પણ જગાડી દીધા!
તમને સહુને જાણીને આશ્ચર્ય થશે. લગ્નપૂર્વે જ જંબૂકુમારે સાધુ બની જવાનો સંકલ્પ કર્યો હતો! રંભા અને ઉર્વશી જેવી આઠ પત્નીઓ અને નવ્વાણુ ક્રોડ રૂપિયાનો ત્યાગ કરવાનો તેણે નિર્ણય કરી લીધો હતો!
તો તમે પૂછવાના કે એવો જ નિર્ણય હતો તો પછી લગ્ન શા માટે કર્યો? મારા ભાઈઓ, દુનિયામાં બે વ્યક્તિ એવી છે કે જેની ખાતર માણસને પોતાનો સંકલ્પ થોડો હળવો કરવો પડે છે, આગ્રહ છોડવો પડે છે. એ બે વ્યક્તિ છેમાતા અને પિતા!
માતા-પિતાના આગ્રહથી તેમણે લગ્ન કર્યા પરંતુ જે આઠ કન્યા સાથે લગ્ન થવાનાં હતાં તે આઠેય કન્યાઓનાં માતા-પિતાને તેમણે પહેલાં જ જણાવી દીધું હતું. ‘લગ્ન પછી બીજા જ દિવસે હું સાધુ બની જઈશ!'
છતાં આઠ કન્યાઓ જંબૂકુમારને જ પરણી અને તેમની સાથે જ દીક્ષા લઈ લીધી! આખી રાત અમે એમની વાતો સાંભળી. મારા પ્રિય સાથીઓ, એ બધી વાતો સાંભળતાં સાંભળતાં.. અમે પણ ગંભીર વિચારમાં ડૂબી ગયા. અમારો સંસારનો મોહ નાશ પામ્યો ને અમે પણ દીક્ષા લેવાનું નક્કી કરી દીધું. મેં મારો નિર્ણય જંબૂકુમારને જણાવી દીધો.. એની સાથે જ મારી સાથેના સાથીઓએ પણ પોતાનો નિર્ણય જણાવી દીધો.
જંબૂકમારે મને કહ્યું : “જાઓ, તમે તમારાં માતા-પિતાની આજ્ઞા લઈને આવો. એમના આશીર્વાદ લઈને આવો.. પછી દીક્ષા લેવાની.” એટલે અમે જયપુર ગયા. પિતાજીને મળી, મારા આ લઘુભ્રાતાને મળી... ક્ષમાયાચના કરી. પિતાજીની અનુમતિ લીઘી... અને અમે અહીં આવ્યા છીએ.
અહીંથી હવે જલદી રાજગૃહી જવું છે. ભગવાન સુધર્માસ્વામી ત્યાં બિરાજમાન છે. જેબૂકમાર, એમના માતા-પિતા અને પત્ની, પત્નીઓનાં માતા-પિતા.. એમ ૨૭ સ્ત્રી-પુરુષની દીક્ષા થઈ ગઈ હશે! તેઓ અમારી રાહ જોતાં હશે... માટે અમને રજા આપો.... પ્રેમથી રજા આપો... અને હા, આટલાં વર્ષ આપણે સાથે રહ્યા, જાણતાં-અજાણતાં મારાથી તમારો કોઈ અપરાધ થયો હોય...
For Private And Personal Use Only