________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬
એક રાત અનેક વાત તમારાં દિલ દુભાયાં હોય... તો હું તમારા સહુની ક્ષમા માગું છું. તમે સહુ મને ક્ષમા કરજો...'
ત્યાં બેઠેલાં તમામ પલ્લીવાસીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. પ્રભુની આંખો પણ ભીની થઈ ગઈ.
અમે આપના વિના નહીં રહી શકીએ.' એક સાથી ઊભો થઈ... પ્રભવના, પગમાં પડી ગયો.
અમે આપના વિના જીવી નહીં શકીએ.” બીજો એક સાથી રડતાં રડતાં બોલી ઊઠ્યો.
તમે ચિંતા ના કરો. તમારી સંપૂર્ણ જવાબદારી પ્રભુ લઈ લે છે... પ્રભુ તમને સંભાળશે..'
નાથ, હું તો આપની સાથે જ દીક્ષા લઈશ.” પ્રભવની પત્નીએ પોતાનો. નિર્ણય જાહેર કર્યો. એ નિર્ણય જાહેર થતાં જ પુરુષો અને સ્ત્રીઓમાં ગણગણાટ ચાલુ થઈ ગયો.
પાંચ પુરુષોએ ઊભા થઈ જાહેર કર્યું : “અમે આપની સાથે જ દીક્ષા લઈશું.”
બસ, પછી તો એક પછી એક ઊભા થઈને જાહેર કરતા ચાલ્યા : “અમે - તમારી સાથે જ દીક્ષા લઈશું...'
પલ્લીનાં ૪૯૯ સ્ત્રી-પુરુષો દીક્ષા લેવા તૈયાર થઈ ગયાં. પ્રભુના આશ્ચર્યનો પાર ન રહ્યો. એ વિચારતો રહ્યો : “ડાકુઓમાં આવો પ્રેમ? આવું સમર્પણ? નથી સમજાતું આ બધું.” તેણે પ્રભવની સામે જોયું. પ્રભવ આંખો બંધ કરીને ગહન વિચારમાં ડૂબી ગયો હતો. થોડીવારે આંખો ખોલી. પ્રભુ સામે જોયું.
મોટાભાઈ, આ બધું નથી સમજાતું.” પ્રભુ, આ બધા પૂર્વજન્મના મૈત્રીભર્યા સંબંધોનું પરિણામ છે.” એટલે?'
પૂર્વજન્મમાં આ બધા જીવો સાથે મારો કોઈ સંબંધ હશે. એ વિના આટલાં બધાં લોકો મારી ખાતર સંસાર છોડી સાધુ બનવા તૈયાર ન થાય...”
પરંતુ આ લોકો સાધુપણું પાળશે કેવી રીતે? એ કાંઈ જ જાણતા નથી..”
પ્રભુ, એ ઘણું જાણે છે! એમનામાં જે સમર્પણભાવ છે, એ જ એમના જ્ઞાનનું મૂળ છે. “અમારા સરદાર કહે તેમ કરવાનું...” બસ, સાધુજીવનમાં આટલું જ જ્ઞાન જોઈએ છે. “જેમ ગુરુદેવ કહે તેમ કરવાનું
For Private And Personal Use Only