________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫o
એક રાત અનેક વાત લોકોને ઘણું આશ્ચર્ય થવા લાગ્યું. પરંતુ સહુથી વધારે આશ્ચર્ય તો સિદ્ધિને થયું. તે ઘણીવાર બુદ્ધિને પૂછે છે, પણ બુદ્ધિ અને રહસ્ય કહેતી નથી. પરંતુ બંને સખીઓ હતી ને એટલે એક દિવસ બુદ્ધિએ સિદ્ધિને રહસ્ય બતાવી દીધું.
સિદ્ધિએ પણ ત્રણ ઉપવાસ કરી યક્ષની આરાધના કરી. યક્ષે પ્રસન્ન થઈ તેને પૂછ્યું :
‘કહે, તારે શું જોઈએ? સિદ્ધિને બુદ્ધિની ઈર્ષ્યા હતી, એટલે સિદ્ધિએ કહ્યું : ‘તમે જેટલું બુદ્ધિને આપો છો તેનાથી બમણું મને આપો.' ‘તથાસ્તુ' કહીને યક્ષ અદશ્ય થઈ ગયો.
સિદ્ધિને બુદ્ધિ કરતાં બમણી ધન-દોલત મળવા લાગી, એ જોઈને બુદ્ધિને ઈર્ષ્યા થવા લાગી. તેણે ફરીથી યક્ષની આરાધના કરી. યક્ષ પ્રસન્ન થયો. બુદ્ધિએ સિદ્ધિ કરતાં બમણી સંપત્તિ માગી. તેને મળવા લાગી. તેથી સિદ્ધિને ઈર્ષ્યા થવા લાગી. તેણે પણ યક્ષની ફરીથી આરાધના કરી. બુદ્ધિ કરતાં બમણી સંપત્તિ માંગી. આ રીતે સ્પર્ધા ચાલતી રહી. છતાં બેમાંથી કોઈનેય તૃપ્તિ ન થઈ... ઈર્ષ્યા વધતી ગઈ.
સિદ્ધિએ વિચાર્યું : “યક્ષ પાસે જેટલું હું માનું છું, એનાથી બમણું બુદ્ધિ માગે છે... ભલે, હવે તો હું એવું માનું કે બુદ્ધિ માંગવાની કુટેવ જ છોડી દે.
તેણે યક્ષને પ્રસન્ન કરીને કહ્યું : “મારી એક આંખ ફોડી નાંખો.. તેની એક ફૂટી ગઈ. આ વાતની ખબર બુદ્ધિને ન પડી. એટલે બુદ્ધિએ યક્ષને પ્રસન્ન કરીને કહ્યું : “જે સિદ્ધિને આપ્યું, તેનાથી બમણું મને આપો!' એટલે તરત જ તેની બન્ને આંખો ફૂટી ગઈ! તે દુ:ખી દુ:ખી થઈ ગઈ.
યક્ષે વિચાર્યું કે “આ બન્ને એકબીજાની ઈર્ષ્યા કરે છે.” એટલે તેણે બન્નેની બધી જ સંપત્તિ લઈ લીધી. પાછી એ બન્ને પહેલાં જેવી નિર્ધન બની ગઈ. એક કાણી અને બીજી આંધળી!
હે નાથ, એટલા માટે કહું છું કે મોક્ષસુખનો લોભ છોડીને, જે સુખ સંસારનાં મળ્યાં છે, તે ભોગવીને સંતોષ માનો.' નભસેનાએ પોતાની વાર્તા પૂરી કરી.
For Private And Personal Use Only