________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
એક રાત અનેક વાત
તે યુવાનનાં રૂપ અને યૌવન રાણીના મનમાં વસી ગયાં, યુવાન તો ચાલ્યો ગયો, પરંતુ રાણી એની પાછળ કામિવળ બની ગઈ... મોહપાશમાં જકડાઈ ગઈ.
રાણીની એક દાસી રાણીની એક-એક ક્રિયાની નોંધ કરી રહી હતી. એ રાણીના મનના ભાવ સમજી ગઈ. તે ધીરેથી રાણી પાસે આવીને ઊભી રહી. રાણીએ એ દાસીને પૂછ્યું :
‘હમણાં એક સુંદર વસ્ત્ર પહેરેલો. રૂપવાન યુવાન માર્ગ ઉપરથી ગયો, તે કોણ છે, તેની છૂપી રીતે તપાસ કરી લાવ.' એમ કહી રાણીએ દાસીને પોતાની વીંટી ભેટ આપી. દાસી રાજી થઈ ગઈ. તે તરત જ એ યુવાન અંગે જાણકારી મેળવવા ચાલી ગઈ. એક કલાકમાં તે પાછી આવી. રાણી ખૂબ આતુરતાથી એની રાહ જોતી હતી.
‘મહારાણી, એ ફૂટડો યુવાન, નગરશ્રેષ્ઠી સમુદ્રપ્રિયનો પુત્ર છે. બોતેર કળાઓમાં નિપુણ છે. તેનું નામ લલિતાંગ છે... હવે આપ કહો તેમ કરૂં.' દાસીએ ખૂબ ધીમા સ્વરે રાણીના કાનમાં કહ્યું.
‘એ મને એકાંતમાં અહીં મળી શકે, એમ કરી શકીશ?'
‘હા, હા, જરૂ૨ એનો મેળાપ કરાવી આપીશ. પરંતુ એ પહેલાં આપ એના પ૨ આમંત્રણ-પત્ર લખી આપો. હું એને આપી આવીશ... પછી બધું હું ગોઠવી દઈશ.'
રાણીએ લલિતાંગ ઉપર પ્રેમ-પત્ર લખીને દાસીને આપ્યો. દાસીએ જઈને લલિતાંગને આપ્યો. લલિતાંગ, રાણીનો પ્રેમપત્ર વાંચીને આભો જ થઈ ગયો! તેણે દાસીને કહ્યું : ‘ક્યાં તે અંતેપુરમાં રહેનારી રાણી અને ક્યાં હું એક વણિકપુત્ર! અમારો મેળાપ અશક્ય છે.'
દાસીએ કહ્યું : ‘અશક્ય કાંઈ નથી કુમાર, હું શક્ય બનાવી આપીશ. તમે તૈયાર છો ને?' લલિતાંગે હા પાડી, દાસીએ અવસર આવે મળવાનું કહ્યું. તે ચાલી ગઈ.
હવે લલિતાંગ દિવસમાં ત્રણ વાર રાણીના મહેલની આગળથી પસાર થાય છે... ને રાણી તેને જુએ છે... બન્નેની દૃષ્ટિ મળે છે... બન્નેનાં મુખ મલકે છે... ને મૌન પ્રેમાલાપ થાય છે. એકબીજાને મળવા બન્ને આતુર બની જાય છે.
નગરમાં કૌમુદી મહોત્સવના દિવસો આવ્યા.
રાજાએ રાણીને કહ્યું : 'ચાલો આપણે જંગલમાં શિકાર માટે જઈએ.’
For Private And Personal Use Only