________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
એક રાત અનેક વાત બેટા, હવે આપણે ઉદ્યાનમાં ગુરુદેવશ્રી સુધર્માસ્વામી પાસે જવાની તૈયારી કરીએ.”
ધારિણીએ પૂછ્યું : “શું આપણી સ્થાવર-જંગમ સંપત્તિની વ્યવસ્થા થઈ ગઈ?' “હા, રાજગૃહીના અગ્રણી શ્રાવકોને બધી સંપત્તિ સોંપી દીધી છે. આ સંપત્તિનો ઉપયોગ જિનમંદિરના નિર્માણમાં થશે. દુઃખી સાધર્મિકોના ઉદ્ધારમાં થશે; અને ગરીબોને અનુકંપા-દાન અપાશે.”
બહુ સારી વ્યવસ્થા થઈ ગઈ!' ધારિણીએ આનંદ વ્યક્ત કર્યો. ‘હવે તમે જંબૂની સ્નાનવિધિ કરો. એને શણગારો. હું ભવ્ય વરઘોડાની તૈયારી કરાવું છું.'
‘શ્રેષ્ઠીવર્ય, વરઘોડાની તૈયારી માત્ર તમારા પુત્ર અને પુત્રવધૂઓની જ નથી કરવાની, અમારા સહુની પણ કરવાની છે!' સમુદ્રપ્રિય શ્રેષ્ઠીએ ખંડમાં પ્રવેશતાં જ ઉલ્લાસથી ઋષભદત્તને ભેટતાં કહ્યું.
“એટલે?” “અમે, આઠેય કન્યાઓનાં માતા-પિતા પણ તેમની સાથે જ દીક્ષા લઈશું!' “ધન્ય છે તમને સહુને! તમે અદ્ભુત નિર્ણય કર્યો ઋષભદત્ત અને ધારિણીની આંખો હર્ષનાં આંસુઓથી છલકાઈ ઊઠી.
પ્રભવે કહ્યું : “હે શ્રેષ્ઠીવર્યો, કમરનાં માતા-પિતાએ પણ એ જ નિર્ણય કર્યો છે.. પુત્ર અને પુત્રવધૂઓ સાથે દીક્ષા લેવાનો!'
હેં?' આઠેય શ્રેષ્ઠીઓ અને શ્રેષ્ઠીપત્નીઓ આશ્ચર્યથી અને ઉલ્લાસથી ઝૂમી ઊઠ્યાં.
હે શ્રેષ્ઠીરત્ન, આપનો નિર્ણય ખરેખર અભિનંદનીય છે.” શ્રેષ્ઠી સમુદ્રદત્તે હાર્દિક અનુમોદન કરતાં કહ્યું.
આપણે સહુએ અહીંથી જ પ્રયાણ કરવાનું છે. પ્રથમ પ્રહર પૂરો થઈ ગયો છે. બીજા પ્રહરના મધ્ય સમયે અહીંથી નીકળવાનું છે. એ રીતે સહુ નાહીને, વસ્ત્રાભૂષણ ધારણ કરીને તૈયાર થઈએ.”
ઋષભદત્તે સહુને તૈયાર થવાનું કહ્યું અને સ્વયં દીક્ષાના વરઘોડાની તૈયારી કરાવવા પોતાના ખંડમાં ચાલ્યા ગયા.
સમગ્ર રાજગૃહીમાં વાયુવેગે સમાચાર ફેલાઈ ગયા કે જંબૂકમાર સહિત ૨૭ સ્વજનો આજે સંસારત્યાગ કરી સાધુજીવન સ્વીકારશે.
For Private And Personal Use Only