________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦.
એક રાત અનેક વાત પ્રભવ વિંધ્યરાજને પ્રણામ કરી, એમની પાસે ઊભો. વિંધ્યરાજે પ્રભવના મસ્તકને બે હાથે પકડી... એના મોઢાને જોવા પ્રયત્ન કર્યો...
પિતાના કોમળ અને વાત્સલ્યભર્યા હાથનો સ્પર્શ થતાં જ પ્રભવની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યાં. વિધ્યરાજ પ્રભવને ઓળખી શક્યા નહીં. તેમણે પૂછ્યું: 'કોણ છે ભાઈ?' પ્રભવ જવાબ ન આપી શક્યો. પ્રભુએ કહ્યું : મારા મોટાભાઈ છે, પિતાજી!” કોણ પ્રભવ?” “હા, પિતાજી!”
ભલે આવ્યો બેટા!' પ્રભવના માથે પોતાના બે હાથ ફેરવતાં વિંધ્યરાજ ગળગળા થઈ ગયા. પ્રભુ તો ક્યારનોય રડી રહ્યો હતો.
ખંડમાં મૌન છવાયું. ત્રણેનાં હૈયાં હળવાં થયાં. પ્રભવે મૌન તોડ્યું : “પિતાજી, બે કામ માટે અહીં આવ્યો છું, તેમાં પહેલું કામ છે – મારા બધા જ અપરાધોની ક્ષમાયાચના કરવાનું. મેં આપના હૃદયને ખૂબ જ દુઃખ આપ્યું છે. આપને રંજાડ્યા છે... હેરાન કર્યા છે... આપ મને ક્ષમા આપો.. અને હવેથી આપનો જ નહીં, કોઈ જીવનો પણ અપરાધ નહીં કરૂં.' પ્રભવની આંખો સજળ બની ગઈ. તેનો કંઠ ગળગળો બની ગયો.
“વત્સ, હું પણ સરળ હૃદયે તને ક્ષમા આપું છું... અને ક્ષમા માગું છું. રાગદ્વેષથી મેં પણ તારા પ્રત્યે અપરાધ કર્યો છે...”
પિતાજી, આપનો કોઈ જ અપરાધ નથી. આપે પ્રભુને રાજ્ય આપીને યોગ્ય જ કર્યું છે. રાજસિંહાસન પર બેસીને રાજ્ય કરવા માટેના તમામ ગુણો એનામાં છે.. એ સુયોગ્ય છે. હું અહંકારથી અને ઈર્ષ્યાથી બળ્યો. ઘણા અનર્થો કર્યા...”
પ્રભવ, આજે તને તારી ભૂલ સમજાઈ, તે સારું થયું.. તારા વિચારોમાં આવું સુંદર પરિવર્તન આવ્યું, તેથી મને ઘણો આનંદ થયો છે... હવે તમે બન્ને ભાઈ ખૂબ પ્રેમથી રહો... એમ હું ઇચ્છું છું...'
પિતાજી, હવે સમગ્ર જીવસૃષ્ટિ સાથે મૈત્રીભાવથી જીવવું છે, અને એટલે આપની અનુમતિ લેવા આવ્યો છું...”
For Private And Personal Use Only