________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
એક રાત અનેક વાત
‘એ શક્ય નથી. સાચું બોલ, નહીંતર...' નાયકે પ્રભવના ઘોડાની લગામ પકડી લીધી હતી. પ્રભવ ઘોડા પરથી નીચે ઊતરી ગયો હતો. પ્રભવના સાથીઓ પણ ઘોડાઓ પરથી નીચે ઊતરી ગયા હતા.
'હું સાચું જ બોલું છું, પરંતુ તમને મારી વાત ૫૨ વિશ્વાસ નહીં બેસે. ભલે, તમે ચાલો અમારી સાથે.’
અનેક ગામોને સળગાવી દેનાર, સેંકડો માણસોને મોતને ઘાટ ઉતારનાર, અનેક જાનોને લૂંટી લેનાર... ખરા બપોરે, ભરબજારે ગામોમાં જઈ... છડેચોક લૂંટ કરનાર... એવા પ્રભવને નિઃશસ્ત્ર જોઈને... નિર્લેપભાવે ચાલ્યો જતો જોઈને સૈનિકોના આશ્ચર્યનો પાર ન રહ્યો. નાયકે પ્રભવનાં અને એના સાથીઓનાં વસ્ત્ર તપાસી લીધાં. ‘આવો ખૂંખાર ડાકુ શસ્ત્ર વિના આ પ્રદેશમાં ન આવે!' આવી ધારણાથી સૈનિકોએ એમને તપાસ્યા. એક પણ શસ્ત્ર ન મળ્યું.
સૈનિકોના ચાંપતા પહેરા નીચે પ્રભવ અને એના સાથીઓ જયપુર તરફ
આગળ વધ્યા.
રાજમહેલના દ્વારે પહોંચ્યા.
પ્રભવે રાજમહેલના દ્વારે ઊભેલા રક્ષકને કહ્યું :
‘મારે પિતાજી વિંધ્યરાજને મળવું છે. તેમને કહો કે પ્રભવ આપને મળવા આવ્યો છે...' દ્વારરક્ષક પ્રભવનું નામ સાંભળતાં થથરી ગયો... એની આંખો પહોળી થઈ ગઈ. સાથેના સૈનિકોએ કહ્યું : ‘અમે અહીં ઊભા છીએ. તું જઈને મહારાજાને સમાચાર આપ.'
દ્વાર૨ક્ષક ઉતાવળા પગલે રાજમહેલમાં દોડ્યો. તે પહેલાં પ્રભુ પાસે ગયો, ધ્રૂજતા શરીરે તેણે પ્રભુને કહ્યું : ‘મહારાજા, મહેલના દ્વારે પ્રભવ આવીને ઊભા છે, ને પિતાજીને મળવા ઇચ્છે છે.'
‘પ્રભવ એકલો છે?’
‘ના જી, એની સાથે પાંચ સાથીઓ છે... પરંતુ આપણા સૈનિકોએ તેમને ઘેરેલા છે...'
‘એટલે?’
‘મહારાજા, પ્રભવ અને એમના સાથીઓ પાસે કોઈ શસ્ત્ર નથી!'
‘એમ?’ પ્રભુને આશ્ચર્ય થયું. ‘શસ્ત્ર વિના પ્રભવ અહીં આવે ખરો? શું એનું કોઈ કાવતરું તો નહીં હોય? હું જ મહેલના દ્વારે જઈને એને મળું...!'
For Private And Personal Use Only