________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચી પ્રીત
૧૭૫ કુમાર, શું તમે આજે જ સાધુ બની જ શો? આઠ પત્નીઓનું શું?” તેઓ તેમના પિતૃગૃહે ગઈ છે. આવી જવી જોઈએ...”
એટલે શું તેઓ તમારી સાથે જ દીક્ષા લેશે? ‘હા’ અને માતા-પિતા? પ્રભવ, અમે પણ આજે જ જંબૂની સાથે દીક્ષા લઈશું.'
ઋષભદત્ત અને ધારિણીએ જંબુકમારના ખંડમાં પ્રવેશ કર્યો... તેવો જ પ્રભવનો પ્રશ્ન તેમણે સાંભળ્યો ને ઋષભદત્તે જવાબ આપ્યો.
માતા-પિતાને આવેલાં જોઈ જંબૂકમાર પોતાના આસન પરથી ઊભા થઈ ગયા. પ્રભવ પણ ઊભો થઈ ગયો, બન્નેએ ધારિણી-ઋષભદત્તનાં ચરણોમાં પ્રણામ કર્યા. ધારિણીએ જંબૂકુમારને પોતાની પાસે બેસાડી, તેના માથે હાથ મૂકી કહ્યું :
વત્સ, મેં અને તારા પિતાએ પણ આજે તારી સાથે જ ચારિત્ર ધર્મ અંગીકાર કરવાનો નિર્ણય કરી લીધો છે...'
જંબૂકુમાર માતાની સામે જોઈ રહ્યા. માતાના મુખ પર ચારિત્ર ધર્મ અંગીકાર કરવાની દઢતા હતી. આંખોમાં નિર્ણયાત્મક તેજ હતું. ઋષભદત્તની દૃષ્ટિ જમીન પર સ્થિર હતી. તેઓ ગંભીર હતા. ધીરેધીરે તેમણે પોતાની દૃષ્ટિ જંબૂકુમાર પર સ્થિર કરી. પિતા-પુત્રની આંખો મળી.
બેટા, તારો અને પુત્રવધૂઓનો નિર્ણય સાચો છે. જ્યારથી મેં શ્રી સુધર્મા સ્વામીનો ઉપદેશ સાંભળ્યો છે ત્યારથી મારા મનમાં મંથન તો ચાલતું જ હતું. આત્મા... કર્મ... મોક્ષ જેવાં તત્ત્વો અંગે મેં ઘણી રાત્રીઓ ચિંતન કર્યું હતું. ક્યારેક હું મારી જાતને નિર્વિકાર અનુભવ કરતો હતો. ક્યારેક આત્માનું શુદ્ધ સ્વરૂપ ખૂબ આકર્ષિત કરતું હતું.
પરંતુ એ ક્ષણો વીતી જતી હતી... અને તારો સુકમાળ સુંદર ચહેરો મારી સામે તરવરતો હતો... પુનઃ સ્નેહના પ્રવાહમાં તણાતો હતો. તારા પ્રત્યેનો અવિહડ રાગ... તારી માતા પ્રત્યેનો અગાધ પ્રેમ... મારા વૈરાગ્ય માર્ગમાં બાધક બનતાં હતાં.
વત્સ, પ્રબળ રાગનું બંધન આજે સરળતાથી તૂટી ગયું છે. સંસારના સંબંધોની નિઃસારતા પ્રતીત થઈ છે. આત્માને કર્મનાં બંધનોથી મુક્ત કરવાનો પુરુષાર્થ કરી લેવાનો પુણ્ય સંકલ્પ થયો છે. બેટા, આ બધું શુભ અને સુંદર થવામાં તું જ નિમિત્ત બન્યો છે. મારી આઠ પુત્રવધૂઓ નિમિત્ત બની છે.
For Private And Personal Use Only