________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિશા.. દીક્ષા... દીક્ષા...
૧૬૫ કે વિરોધ હોતો નથી. જંબૂકમાર ભલે દીક્ષા લે, બીજા ઘણા શ્રેષ્ઠીપુત્રો મળશે.” અમને એમણે કહેલું પણ ખરું. પરંતુ અમે શું કરીએ? આપના સિવાય બીજા કોઈ પુરુષ પ્રત્યે મનમાં જરાય આકર્ષણ જ જાગતું ન હતું. પછી બીજાને પરણીને શું કરવાનું હતું?”
બીજાને નહીં પરણવું એક વાત છે, દીક્ષા લેવી બીજી વાત છે.”
નાથ, અમે લગ્ન કરતાં પહેલાં જ નિર્ણય કરી લીધો હતો કે જો આપ દીક્ષા લેશો તો અમે પણ દીક્ષા લઈશું.’
એ નિર્ણય ભાવાવેશનો હશે, લાગણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈને કરેલો હશે.. તો દીક્ષા લીધા પછી સંભવ છે કે પસ્તાવો થાય! કારણ કે જીવન પરિવર્તનનો નિર્ણય ભાવાવેશમાં કરવાનો નથી હોતો. આ નિર્ણય શાંત મનથી અને સ્વસ્થતાથી કરવાનો હોય છે.
મનના ભાવ સ્થિર નથી હોતા. ક્યારેક એ ભાવો વર્ધમાન હોય છે.... એટલે કે ચઢતા ભાવ. ક્યારેક મનોભાવ હીયમાન હોય છે, એટલે કે પડતા ભાવ. અને ક્યારેક મનોભાવ અવસ્થિત હોય છે, એટલે કે એક સરખા.
અત્યારે તમારા મનોભાવ ચઢતા છે, પરંતુ એ મનોભાવને જો વૈરાગ્યનો આધાર નહીં હોય તો એ મનોભાવ અધોગામી બની જશે ને પશ્ચાત્તાપ કરાવશે- “આપણે દીક્ષા ન લીધી હોત તો સારું થાત.. નકામાં આપણે ભાવાવેશમાં તણાઈ ગયાં. સાધ્વીજીવનનાં આવાં કષ્ટો આપણાથી સહન નથી થતાં...' આવા-આવા વિચારો આવી શકે.
એટલે, ત્યાગના વિચારોને વૈરાગ્યની ભૂમિકા મળવી જોઈએ. વૈરાગ્યની ભૂમિકા પર જાગેલા ત્યાગના વિચારો દઢ રહે છે, દીર્ઘકાળ ટકે છે...”
“હે પ્રીતમ, અત્યારે તો કોઈ પણ સંયોગોમાં અમે આપના પ્રત્યે વૈરાગી બની શકીએ એમ નથી. આપના સિવાય, સમગ્ર સંસાર પ્રત્યે અમે વૈરાગી છીએ આપના પ્રત્યે રાગ છે... ને કદાચ રહેશે પણ ખરો.. અને સંભવ છે કે જ્ઞાનની, આત્મજ્ઞાનની પરિણતિ વધતી જશે તો આપના પ્રત્યેનો રાગ પણ દૂર થઈ જાય!'
“મને એક સંશય છે. મારા ઉપરનો રાગ, શું આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં બાધક તો નહીં બને ને?”
નહીં બને નાથ, આપનું વિરક્ત વ્યક્તિત્વ અમને ઊર્ધ્વગામી બનવાની પ્રેરણા આપશે. આપના પ્રત્યેનો રાગ અમને વૈરાગ્યના સાગરમાં લઈ જશે. આત્મજ્ઞાનની પુનિત ગંગામાં સ્નાન કરાવશે.”
For Private And Personal Use Only