________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
એક રાત અનેક વાત ઘણા સમયથી મૌન બેઠેલા પ્રભવની ચેતના સળવળી ઊઠી. “કુમાર, તમારી વાતમાં વચ્ચે બોલું તો અવિનય કહેવાશે, છતાં જો અનુજ્ઞા આપો તો એક વાત કહું.' “કહે પ્રભવ! તું બોલીશ તે અવિનય નહીં કહેવાય.”
કુમાર, શું તમે એમ ઇચ્છો છો કે આ સ્ત્રીઓ અને હું - અમે તમારા પ્રત્યે પણ વૈરાગી બની જઈએ? જો તમારા પ્રત્યે વૈરાગી બનીશું તો દુનિયા પ્રત્યે રાગી બની જઈશું. કહો, શું પસંદ છે તમને?'જંબૂકુમારના મુખ પર સ્મિત છવાઈ ગયું. આઠ સ્ત્રીઓને પણ પ્રભવનો તર્ક ગમી ગયો. પ્રભવે કહ્યું : - “આ આઠ મહાસતી છે. તેઓ તો કદાચ દુનિયા પ્રત્યે રાગી ન બને, પણ મારા જેવો ડાકુ ને આ મારા સાથીઓ... અમને જો તમે તમારા રાગી બનવાની ના પાડશો તો અમે ક્યાં જઈશું? શું અમને પ્રપંચથી ભરેલી દુનિયાના જ રાગી રાખવા છે? કુમાર, આ આઠ સ્ત્રીઓ તો તમારા પ્રત્યેના રાગથી જ તમને પરણીને આવી છે, પરંતુ અમે કંઈ રાગથી ખેંચાઈને અહીં નહોતા આવ્યા. અમે તો તમારા નવ્વાણું ક્રોડ સોનૈયા ઉઠાવી જવા આવ્યા હતા... તમારા દુમન બનીને આવ્યા હતા, પરંતુ જેમ જેમ તમારી વાતો અમે સાંભળતા ગયા તેમ તેમ અમે તમારા અનુરાગી બની ગયાં છીએ. હું પણ કુમાર, તમારા પગલે-પગલે ચારિત્રનો જ માર્ગ ગ્રહણ કરીશ.' પ્રભવની આ વાત સાંભળીને જંબૂકુમાર પલંગમાંથી ઊભા થઈ ગયા ને પ્રભાવને પોતાના બાહુપાશમાં જકડી લીધો.
આ અદ્ભુત દૃશ્યને જોઈ આઠેય સ્ત્રીઓ હર્ષથી ગદ્ગદ્ થઈ ગઈ. તેમની આંખો હર્ષના આંસુથી ઊભરાઈ ગઈ.
પ્રભવ, ખરેખર તે અદ્દભુત નિર્ણય કર્યો છે.”
કુમાર, મારો નિર્ણય વૈરાગ્ય પર આધારિત નથી, રાગ પર આધારિત છે. તમારા પ્રત્યે જાણે... જનમ-જનમનો રાગ હોય. તેમ હૃદય રાગથી ઊભરાઈ રહ્યું છે...'
સમુદ્રશ્રીએ પૂછ્યું : “નાથ, અમારા સહુનો આપના પ્રત્યેનો આ રાગ પ્રશસ્ત ખરો ને?'
હું અપ્રશસ્ત નહીં કહું.' “જે રાગ મનુષ્યને... જીવમાત્રને ત્યાગ અને વૈરાગ્યના માર્ગે લઈ જતો હોય તે રાગ વાસ્તવમાં રાગ જ નથી, પરંતુ પ્રશસ્ત પ્રેમ છે અને તે ઉપાદેય જ હોય.'
For Private And Personal Use Only