________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
એક રાત અનેક વાત ખરેખર?”
હા માતાજી, અમારાં રૂપ એમને આકર્ષી ન શક્યાં. અમારા નયનકટાક્ષો તેમના હૃદયને ભેદી ન શક્યા. અમારાં મીઠાં વચનો તેમને સમજાવી ન શક્યાં...”
“પછી?'
“તેમણે અમને સમજાવી દીધી! તેમનાં સાચાં ને મીઠાં વચનોએ અમને મૌન કરી દીધી. તેમના નિર્વિકારી વ્યક્તિત્વે અમારાં મન મોહી લીધાં. તેમના અવિચલ સંકલ્પબળે અમને આકર્ષી લીધાં...”
એટલે તમે એની વાત માની લીધી?” “હા માતાજી, અમે પણ તેમની સાથે જ દીક્ષા લઈશું!” “શું કહો છો તમે?' ધારિણી ભદ્રાસન ઉપરથી ઊભી થઈ ગઈ. એક પછી એક સ્ત્રીના ચહેરા જોવા લાગી. આઠેય સ્ત્રીઓના ચહેરા પ્રફુલ્લિત હતા. “શું તમે આઠેય દીક્ષા લેવાની છો?' “હા માતાજી.’ મેં આવું નહોતું ધાર્યું...”
કોઈ જ આવું ન ધારી શકે માતાજી, દુનિયામાં લોકો એવું જ ધારતા હોય છે કે સ્ત્રી આગ છે ને પુરુષ મણ છે. આગના સંપર્કમાં આવતાં જ મીણ પીગળી જાય છે. અમે પણ પહેલાં તો આપના પુત્રને મીણ જેવા માન્યા હતા! પરંતુ તેઓ તો આગને બુઝાવનારા પાણીના ધોધ જેવા નીકળ્યા, માતાજી!”
ધારિણી સમુદ્રશ્રીની વાત સાંભળતી રહી. સમુદ્રશ્રી બોલતી રહી – “માતાજી, આપ બીજી એક વાત સાંભળશો ત્યારે આપના રોમે રોમે ફૂલ ખીલી ઊઠશે!'
એવી બીજી શી ઘટના બની રાત્રે, બેટી?”
ચોરો ચોરી કરવા આવ્યા હતા. ચોરોનો સરદાર વિદ્યાધર હતો. વિદ્યાબળથી તેણે તાળાં તોડી નાખ્યાં હતાં અને હવેલીમાં સહુને વિદ્યાબળથી ઊંઘાડી દીધા હતા! એક માત્ર આપના પુત્ર ઉપર એની વિદ્યા ન ચાલી, તેઓ જાગતા રહ્યા! એટલું જ નહીં, એ ચોરોના સરદારને પણ બોધ આપી સન્માર્ગે લાવી દીધો! એણે કહ્યું : “હું પણ દીક્ષા લઈશ!”
શું વાત કરે છે બેટી?’
સાચી વાત છે માતાજી, હજુ એ સરદાર અને એના સાથી બેઠા છે તમારા પુત્ર પાસે...!”
For Private And Personal Use Only