________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા... દીક્ષા... દીક્ષા... ‘તારી વાત ખોટી નથી સમુદ્રશ્રી!
નાથ, તો પછી અમને આપની સાથે જ ચારિત્ર ધર્મ સ્વીકારવાની અનુમતિ આપો.'
તમારાં માતા-પિતા માનશે?”
જરૂર માનશે; કદાચ નહીં માને તો પણ હવે તેમની આજ્ઞા અમને બંધનરૂપ નથી. લગ્ન પછી સ્ત્રી માટે પતિની આજ્ઞા જ બંધનરૂપ હોય છે. આપની આજ્ઞા અમને મળી ગઈ છે.. બસ, હવે અમે માતાજી પાસે જઈએ. તેઓ અમારી રાહ જોતા હશે...'
“હા, હા, “મારા બેટાને રાગી બનાવીને હમણાં મારી પુત્રવધૂઓ મારી પાસે આવશે!” એમ જ ને?” જંબૂકુમારે હસતાં હસતાં કહ્યું.
“મા તો એવી જ આશા રાખે ને?' એમ કહીને સમુદ્રશ્રી અને બીજી સ્ત્રીઓ ઊભી થઈ. મસ્તકે અંજલિ જોડી જંબૂકુમારને પ્રણામ કર્યા અને ધારિણીના ખંડ તરફ ચાલી ગઈ.
0 0 0 પ્રણામ માતાજી!” કહીને એક પછી એક સ્ત્રીએ ધારિણીના ખંડમાં પ્રવેશ કર્યો. દરેકે ધારિણીનાં ચરણોમાં પ્રણામ કર્યા. ધારિણીએ ખૂબ વાત્સલ્યથી દરેક પુત્રવધૂના મસ્તકે હાથ મૂકી આશીર્વાદ આપ્યા.
ધારિણીએ આઠ પુત્રવધૂઓ માટે આઠ આસન ગોઠવાવી રાખેલાં હતાં. આઠ સ્ત્રીઓ એ આસનો પર વિનયથી બેસી ગઈ. સમુદ્રશ્રીએ ધારિણીની કુશળપૃચ્છા કરી : “માતાજી, શું આપની રાત્રિ સુખપૂર્વક પસાર થઈ?”
બેટી, જ્યાં સુધી તમારા મુખે હું શુભ સમાચાર ન સાંભળું ત્યાં સુધી મને સુખ ક્યાંથી હોય?” ધારિણીની આંખો આમેય ઉજાગરાથી થોડી ભારેભારે તો હતી જ. બોલતાં બોલતાં આંખો ભીની થઈ ગઈ,
માતાજી, તમારા પુત્ર તો ખરેખર વૈરાગી છે! એમને વૈરાગ્ય દઢ છે, પરિપક્વ છે.'
એટલે?”
આખી રાત તેમને સમજાવવા અમે આઠેયે પ્રયત્ન કર્યા, પરંતુ તેઓ રાગી ન બન્યા...”
For Private And Personal Use Only