________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| 3. દીક્ષા...દીક્ષા... દીક્ષા...!
પ્રાણનાથ, આખી રાત આપણો જે વાર્તાલાપ ચાલ્યો, તેનો નિષ્કર્ષ અમને સહુને એક જ સમજાયો કે આપ ગૃહવાસ ત્યજી ચારિત્ર ધર્મ જ અંગીકાર કરવાના છો. નાથ, અમારો પણ એ જ નિર્ણય છે. આપના પગલે-પગલે અમે પણ ચારિત્ર ધર્મનો સ્વીકાર કરીશું.” બોલતાં બોલતાં સમુદ્રશ્રીની આંખો ભીની થઈ ગઈ.
તો શું તમારો વૈષયિક સુખો પ્રત્યેનો રાગ ઓસરી ગયો છે? ખરેખર, શું તમે વૈરાગી બન્યાં છો?”
ના, અમારા હૃદયમાં આપના પ્રત્યેનો રાગ એવો જ છે. રાગનો સાગર ઘૂઘવી રહ્યો છે.'
તો પછી તમે ચારિત્ર ધર્મ કેવી રીતે સ્વીકારી શકશો?' “કારણ કે આપના વિના અમે ગૃહવાસમાં રહી શકીએ એમ નથી, અને આપ ગૃહવાસમાં રહેતા નથી.”
પરંતુ ચારિત્ર ધર્મનું પાલન વૈરાગ્ય વિના કેવી રીતે કરી શકશો? “બરાબર કરીશું. વૈરાગી ઉપરનો રાગ, ચારિત્ર ધર્મના પાલનમાં બાધક નહીં બને એમ મને લાગે છે. આપ વૈરાગી છો, અમે આપના રાગી છીએ!'
હે સુશીલે, વિરતિ ધર્મનું પાલન તો કદાચ તમે કરી શકશો. ભગવાન સુધર્માસ્વામી પાસે મેં સાંભળ્યું છે કે વિરતિ ધર્મનું પાલન તો રાગી જીવ પણ કરી શકે પરંતુ વૈરાગ્ય પ્રાપ્ત કરવો ઘણો દુષ્કર છે.”
નાથ, વીતરાગ પ્રત્યેનો રાગ જેમ જીવને વીતરાગતા તરફ લઈ જાય છે તેમ વૈરાગી પ્રત્યેનો રાગ જીવને વૈરાગ્ય તરફ નહીં લઈ જાય?'
શક્યતા ખરી, નિર્ણય નહીં.'
આત્મસાક્ષીએ અમારો નિર્ણય છે કે આપના પ્રત્યેનો રાગ અમને વૈરાગી બનાવશે જ. કારણ કે દુનિયામાં સાચે જ, આપના સિવાય કોઈ પુરુષ પ્રત્યે અમારા મનમાં આકર્ષણ જાગ્યું જ નથી. માટે જ જાણવા છતાં કે “લગ્ન કર્યા પછી અમારા નાથ તરત જ ચારિત્ર ધર્મ સ્વીકારવાના છે, અમે લગ્ન કરવાની હઠ કરી હતી. અમારા માતા-પિતાઓને લાગ્યું હતું કે “આ છોકરીઓ ખોટી હઠ કરે છે. નક્કી થયેલી સગાઈ તો તૂટી શકે છે. એમાં સમાજને કોઈ વાંધો
For Private And Personal Use Only