________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જયશ્રી
૧૬૩ આવ્યો. તણાતો-તણાતો તે ખાઈના કિનારે ફેંકાઈ ગયો. તે મૂચ્છિત થઈને કિનારે પડ્યો હતો, ત્યાં તેને એની જ ધાવમાતાએ જોયો. તેને ઓળખ્યો. તેણે તરત ઘેર જઈને શ્રેષ્ઠી સમુદ્રપ્રિયને વાત કરી. રાત્રિના સમયે લલિતાંગને ગાડીમાં નાંખી ઘેર લાવવામાં આવ્યો. વૈદ્યોને બોલાવીને લલિતાંગની સારવાર શરૂ કરાવી. છ મહિનાની સારવાર પછી લલિતાંગ સ્વસ્થ બન્યો.
કહે જયશ્રી, હવે ફરીથી પેલી લલિતારાણી લલિતાંગને બોલાવે તો લલિતાંગ એની પાસે જાય ખરો? વિષયસુખોના ઉપભોગનાં આવાં માઠાં પરિણામ જાણ્યા પછી એ વિષયસુખોમાં હું લલચાઉ ખરો? જે માણસો, વૈષયિક સુખોના ભયાનક વિપાક જાણીને સંયમ ધર્મનું પાલન કરે છે, વૈરાગ્ય ધારણ કરે છે, તેઓ જ ખરેખર સાચો યશ પ્રાપ્ત કરે છે.
જયશ્રી, હવે તને હું આ કથાનું રહસ્ય બતાવું છું -
સંસારમાં જન્મ-મૃત્યુ પામનારા સર્વ મનુષ્યો લલિતાંગની જેમ કામભોગમાં રચ્યાપચ્યા રહે છે. વિષયસુખ તે લલિતારાણીના ઉપભોગ જેવું સમજવું. આ વિષયસુખ આરંભ મધુર છે પણ અંતે ઘણું જ ભયંકર છે. લલિતાંગને અશુચિથી ભરેલા કૂવામાં રહેવું પડ્યું તે ગર્ભાવાસ સમજવો. ગર્ભમાં રહેલા જીવને માતાનો એઠો આહાર લેવો પડે છે, જેમ લલિતાંગને દાસીનો એઠો આહાર લેવો પડતો હતો. ગંદકીના કૂવામાંથી ખાળમાં આવવું તે ગર્ભમાંથી યોનિ વાટે બહાર આવવા જેવું સમજવું, ખાઈમાં પડવું તે પ્રતિકાગૃહમાં પડવા જેવું છે. ખાઈના કિનારે મૂચ્છ ખાઈને પડવું તે યોનિમાં બહાર આવેલા જીવની મૂચ્છ જેવું સમજવું.. આ રીતે, આ કથા આપણા સહુની છે!”
૦ ૦ ૦ ચોથો પ્રહર પૂરો થવાની તૈયારી હતી. જંબૂકમારે આઠેય પત્નીઓ સામે જોયું. જાણે કે એ પૂછવા માગતા હોય કે- “બોલો, હવે તમારે શું કરવું છે? મેં મારો નિર્ણય તો સ્પષ્ટ બતાવી દીધો છે.'
આઠેય સ્ત્રીઓ પણ સમજી ગઈ : “અમારા નાથ ખરેખર સાચા વૈરાગી છે. એમનો વૈરાગ્ય જ્ઞાનમૂલક છે. તેમની ઇન્દ્રિયો શાન્ત છે. જાણે કે એમની જનમ-જનમની સાધના ચાલી આવતી ના હોય! આઠેય સ્ત્રીઓએ એક-બીજીના સામે જોયું. પ્રત્યુત્તર આપવાની જવાબદારી સમુદ્રશ્રી ઉપર નાંખવામાં આવી.
For Private And Personal Use Only