________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જયશ્રી
૧૩૧
રાણીએ શારીરિક અસ્વસ્થતાનું બહાનું કાઢ્યું. રાજા શિકાર કરવા એકલો ગર્યા. રાણી મહેલમાં રહી. તેણે દાસીને આ અવસરનો લાભ લેવા ઇશારો કર્યો.
અંતઃપુરના દ્વારે સશસ્ત્ર સૈનિકો ચોવીસ કલાક ઊભા રહેતા હતા. રાજા સિવાય કોઈ પુરુષ અંતઃપુરમાં પ્રવેશ કરી શકતો ન હતો. દાસીએ લલિતાંગને અંતઃપુરમાં લઈ જવાની યોજના બનાવી,
નગરની બહાર બગીચામાં એક પાલખી લઈ ગઈ. તેણે અંતઃપુરના રક્ષકને કહ્યું : ‘મહારાણીના આનંદપ્રમોદ માટે એક યક્ષની મૂર્તિ લેવા જાઉં છું. હમણાં તે લઈને આવીશ... પરંતુ એ મૂર્તિ, મહારાણીજી સિવાય કોઈએ જોવાની નથી. બંધ પાલખીમાં લાવીશ.’
તેણે પાલખીમાં લલિતાંગને બેસાડી દીધો. તેના ઉપર લાલ વસ્ત્ર ઓઢાડી દીધું. પાલખીની ચારે બાજુ પડદા પાડી દીધા અને માણસો પાસે ઉપડાવી તે મહેલમાં લઈ આવી. ન તેને કોઈએ રોકી, ન કોઈએ તેને કાંઈ પૂછ્યું.
રાણી અને લલિતાંગ મળ્યાં. બન્નેને જાણે સ્વર્ગ મળ્યા જેટલો આનંદ થયો. બન્ને યથેચ્છ કામક્રીડામાં લીન બની ગયાં. દાસી શયનખંડની બહાર, મહેલના પ્રવેશદ્વાર તરફ નજર રાખીને ઊભી રહી.
વૈયિક સુખમાં લીન બનેલી લલિતા રાણીને સમયનું ભાન રહ્યું નહીં... દિવસનો ચોથો પ્રહર શરૂ થઈ ગયો હતો અને શિકારે ગયેલો રાજા પાછો આવી ગયો.
બીજી બાજુ, અંતઃપુરના રક્ષકને રાણીની દાસીની હિલચાલ શંકાસ્પદ લાગી હતી. ‘યક્ષની મૂર્તિને લાલ કપડાથી ઢાંકીને શા માટે લઈ જવામાં આવી? શા માટે દાસી રાણીવાસના દ્વારે ક્યારની એકલી બેઠી છે...?'
જ્યારે રાજા આવ્યો ત્યારે રક્ષકે રાજાને યક્ષની મૂર્તિની વાત કરી અને સાથે સાથે પોતાની શંકા પણ વ્યક્ત કરી. રાજાએ કહ્યું : 'હું હમણાં જ રાણીવાસમાં જાઉં છું.’
દાસી ચતુર હતી. તેણે મહેલના દ્વારે મહારાજાના ઘોડાને જોઈ લીધો. રક્ષકને મહારાજા સાથે મસલત કરતો જોયો... મહારાજાને ઘોડા પરથી નીચે ઊતરી, બૂટ કાઢી ધીમે પગલે રાણીવાસ તરફ આવતા જોયા ...
દાસીએ શયનખંડનું દ્વાર ખખડાવ્યું. રાણીએ પોતાનાં વસ્ત્રો ઠીક કરીને દ્વાર ખોલ્યું. દાસીના મુખ પર ગભરાટ હતો. ‘મહારાજા આવી રહ્યા છે...’ રાણી અને લલિતાંગ ગભરાયાં. લલિતાંગે રાણીને કહ્યું : મને છુપાવી દે...'
For Private And Personal Use Only