________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જયશ્રી
૧૫૯ કરી લીધું. મેં ભોજન કરાવ્યું, પછી સૂવા માટે ઘરમાં જે એકનો એક ખાટલો હતો તે આપ્યો.
ઘરમાં સાપ બહુ નીકળતા, તેથી હું જમીન પર કેવી રીતે સૂઈ શકું? તેથી મન મક્કમ કરીને હું તેની સાથે ખાટલામાં સૂતી... તેથી તે યુવાનમાં કામવિકાર જાગ્યો... પણ શરમથી તે બોલી શક્યો નહીં. બહુ જ મુશ્કેલીથી તેણે કામવિકારો રોક્યા... તેથી તેને શૂળ ઊપડ્યું અને તે મરી ગયો.
મને લાગ્યું કે “મારી ભૂલથી જ તેનું મૃત્યુ થયું છે. પણ આ વાત હું કોને કહું? “મેં ઘરમાં જ ખાડો ખોદ્યો, શબના ટુકડા કર્યા. ખાડામાં દાટીને ઉપર માટી નાંખી, જમીન સરખી કરી ઉપર ધૂપ કર્યો અને ફૂલ પાથર્યાં
રાજાએ પૂછયું : “હે કુમારિકા, તેં આ કથા કહી તે જૂઠી છે કે સાચી?' નાગશ્રીએ કહ્યું : “મહારાજા, આપ જેમ બીજી કથાઓ સાંભળો છો, તેમ આ પણ એક કથા છે. તે કથાઓ જો અસત્ય હોય તો આ પણ અસત્ય સમજવ!'
જયશ્રીએ જંબૂકુમારને કહ્યું : “હે નાથ, આપ પણ બનાવટી વાર્તાઓ કહીને અમને શા માટે છેતરો છો?'
જંબૂકુમારે કહ્યું : “જયશ્રી, દુનિયામાં કોઈ કથા બનાવટી કે કાલ્પનિક નથી હોતી. આપણે અજ્ઞાનવશ જેને કાલ્પનિક કથા કહીએ છીએ, તે પણ વીતેલા અનંતકાળમાં સત્ય ઘટના રૂપે રહેલી હોય છે.
વળી, મારે તો તમને મારો સાચો અભિગમ સમજાવવો છે. તે સમજાવવા માટે મેં રૂપક કથાઓનો આશ્રય પણ લીધો છે. ખેર, જયશ્રી, તને એક સાચી કથા કહું છું, તે તું સાંભળ.
વસંતપુર નામનું નગર હતું. તે નગરના રાજાનું નામ હતું શતાયુધ અને રાણીનું નામ હતું લલિતાદેવી. એ રાણી એટલી સુંદર હતી કે જો એ હજાર આંખવાળા ઇન્દ્ર સામે નયનકટાક્ષ કરે તો એનું મન પણ હરી લે. તે ચોસઠ કળાઓમાં નિપુણ હતી. જાણે કે બધી જ કળાઓ એના દેહમાં આવીને વસી હતી.
ભલે તેનામાં રૂપ હતું અને કળાઓ હતી, છતાં તે ચારિત્રહીન હતી. રાજા શતાયુધથી તેને સંતોષ ન હતો... તેનામાં તીવ્ર કામાગ્નિ ધધકતો હતો.
એક દિવસ મહેલના ઝરૂખામાં બેઠી બેઠી તે રાજમાર્ગ પર જોઈ રહી હતી. તેની નજર માર્ગ પરથી પસાર થતા એક ખૂબસુંદર યુવાન પર પડી.
For Private And Personal Use Only