________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૨. જયશ્રી
આઠમી પત્ની હતી જયશ્રી.
રાત્રિનો ત્રીજો પ્રહર પૂર થવામાં હતો. જયશ્રીએ કોઈ તત્ત્વચર્ચા ન કરતાં સીધી જ વાત શરૂ કરી
હે પ્રાણનાથ, તમે પેલી નાગશ્રીની જેમ ખોટી-ખોટી વાર્તાઓ શા માટે કહો છો? શા માટે સમયને વ્યર્થ ગુમાવો છો? આવો, યૌવનરસનો લહાવો લઈએ. પ્રેમરસનું અમૃત પીને આ જીવન સાર્થક કરીએ.
શું તમને નાગશ્રીની ખોટી વાર્તા સંભળાવું? સાંભળો ત્યારે. રમણીય નામનું નગર હતું. તે નગરમાં કથાપ્રિય નામનો રાજા હતો. તેને નવી-નવી વાર્તાઓ સાંભળવાનો ખૂબ રસ હતો. પ્રજાજનો પાસેથી તે રોજ નવી-નવી વાર્તા સાંભળતો.
તે નગરમાં રુદ્ર નામનો એક દરિદ્ર બ્રાહ્મણ રહેતો હતો. તે અજ્ઞાની હતો. અને બોલતાં એની જીભ અચકાતી હતી. રાજસભામાં વાર્તા કહેવા જવાનો એનો વારો આવ્યો.
રુદ્રની પત્નીનું નામ સોમશ્રી હતું. તેને એક પુત્રી હતી. તેનું નામ હતું નાગશ્રી. નાગશ્રી ચતુર હતી. રૂપવતી હતી.
ઢે નાગશ્રીને કહ્યું : “બેટી, આવતી કાલે રાજસભામાં જવાનો મારો વારો છે.. ન મને તો કાંઈ વાર્તા-બાર્તા આવડતી નથી....'
નાગશ્રીએ કહ્યું : “પિતાજી, આપ ચિંતા ન કરો. રાજસભામાં હું જઈશ ને મહારાજાને વાર્તા સંભળાવીશ.”
બીજા દિવસે સવારે નાહી-ધોઈને સ્વચ્છ, સાદાં વસ્ત્ર પહેરીને નાગશ્રી રાજસભામાં ગઈ. રાજાને પ્રણામ કરી તેણે કહ્યું.
મહારાજા, મારા પિતાજીના બદલે વાર્તા કહેવા હું આવી છું. મારા પિતા રુદ્રશર્મા અગ્નિહોત્રી બ્રાહ્મણ છે. તેમની હું નાગશ્રી નામની પુત્રી છું.
મારાં માતા-પિતાએ ચટ્ટ નામના એક યુવાન બ્રાહ્મણ સાથે મારી સગાઈ કરી. એક દિવસ મારા માતા-પિતા કોઈ કારણથી બીજે ગામ ગયાં હતાં ત્યારે પેલો ચટ્ટ-મારો ભાવિ પતિ મારા ઘેર આવ્યો. તે વખતે હું ઘરમાં એકલી હતી. એની આગતા-સ્વાગતા કરવા માટે ઘરમાં પૂરતી સામગ્રી ન હતી. તેણે સ્નાન
For Private And Personal Use Only