________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૩
એક રાત અનેક વાત પોતે સાહસ કરતું ગયું! આ જોઈને પેલો મજૂર બોલી ઊઠ્યો- “અરે પક્ષી, આ તે તારી કેવી કથની અને કેવી કરણી? સાહસ નહીં કરવાનું બોલે છે... ને તું સાહસ કરીને વાઘના મુખમાં પેસે છે!'
હે નાથ, તમે પ્રત્યક્ષ સુખને છોડવાની વાત કરો છો, અને પરોક્ષ સુખ લેવા દોડી રહ્યા છો...! આવું કથની-કરણીનું અંતર તમારા જેવા શ્રેષ્ઠ પુરુષને શોભતું નથી.'
જંબૂકુમારે કહ્યું : “કમળવતી, તું મારી વાતનું તાત્પર્ય સમજીશ તો તને મારી કથની-કરણીમાં અંતર નહીં લાગે.
હું અનિત્ય, પરાધીન અને ભયભરેલાં સુખોને ધિક્કારું છું. નિત્ય, સ્વાધીન અને નિર્ભય સુખોને આવકારું છું. એવાં શાશ્વતું સુખ ધર્મપુરુષાર્થથી જ પ્રાપ્ત થાય છે. આ દૃષ્ટિએ ધર્મ જ સાચો મિત્ર છે. સાચા મિત્રને સહુ લોકો ઓળખી શકતા નથી. અવસર આવ્યે જ સાચો મિત્ર ઓળખાય છે.
હે કમળ, હું ત્રણ મિત્રોની એક વાર્તા કહું છું. ક્ષિતપ્રતિષ્ઠિત નામનું એક નગર હતું. તેના રાજાનું નામ હતું જિતશત્રુ; અને રાજાના પુરોહિતનું નામ હતું સોમદત.
સોમદત્તના ત્રણ મિત્રો હતાં. નિત્યમિત્ર, પર્વમિત્ર અને પ્રણામમિત્ર. નિયમિત્ર ખાવા-પીવામાં અને હરવા-ફરવામાં સદા સોમદત્તની સાથે રહેતો. પર્વમિત્ર ઉત્સવોના દિવસોમાં સાથે રહેતો અને પ્રણામ-મિત્ર રસ્તામાં મળતા ત્યારે માત્ર હસીને પ્રણામ કરતો.
એક દિવસ પુરોહિત સોમદત્ત, રાજાના કોઈ અપરાધમાં ફસાયો. સોમદત્ત ગભરાયો. એને લાગ્યું કે “રાજા મને ફાંસી પર લટકાવશે.' તે રાત્રિના સમયે નિત્યમિત્રના ઘેર ગયો. “તું મને તારા ઘરમાં સંતાડી રાખ. નહીંતર રાજા મને ફાંસીએ લટકાવશે.”
નિત્યમિત્રે કહ્યું : “જો ભાઈ સોમદત્ત, મૈત્રી એ તો શેરડીનાં ફૂલ જેવી છે. જેમ શેરડીનાં ફૂલનાં વખાણ કરવાં ખોટાં છે તેમ રાજભય આવે ત્યારે મૈત્રીનાં વખાણ કરવાં ખોટાં છે. મિત્રભાવે કશું મેળવવાની આશા રાખવી, એ નિરર્થક છે. મૈત્રીનું ફળ તો પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવામાં રહેલું છે. સ્વાર્થનો ત્યાગ કરી ભોગ આપવા કયો દુબુદ્ધિવાળો તત્પર થવાનો હતો? તારી ખાતર હું મારા કુટુંબને પાયમાલ કરું? ના ભાઈ ના, તને મારા ઘરમાં છુપાવી ન શકું... અરે, તે જલદી મારા ઘરેથી ચાલ્યો જા.'
For Private And Personal Use Only