________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
એક રાત અનેક વાત ‘તો, જે પકડવું તે છોડવું નહીં!' “ભલે પિતાજી!' ને ગામમુખી મરી ગયો. એક દિવસની વાત છે.
ગામના કુંભારનો માતેલો ગધેડો બંધન તોડી નાઠો. કુંભાર એની પાછળ દોડ્યો, પણ ગધેડો પકડાયો નહીં. આગળ જટાધર ઊભો હતો; તેણે દોડતા જતા ગધેડાનું પૂછડું પકડી લીધું. પેલા કુંભારે તે જોઈને કહ્યું : “જટાધર, પકડી. રાખજે, છોડીશ નહીં.”
જટાધર ગધેડાનું પૂંછ્યું પકડી ઘસડાવા માંડ્યો. ગધેડો લાતો મારવા લાગ્યો. લોકોએ બૂમો પાડીને કહ્યું : “જટાધર છોડી દે ગધેડાને...' જટાધર કહે છે : “નહીં છોડું, મારા બાપે કહ્યું છે... જે પકડવું તે છોડવું નહીં...'
જટાધર લોહીલુહાણ થઈ જમીન પર ઢળી પડ્યો. તેના પ્રાણ નીકળી ગયા. ખોટી હઠ પકડવાનું આ ફળ છે, માટે હે નાથ, આપ પણ આપની હઠ છોડીને સંસારનાં સુખ ભોગવો.”
કનકશ્રીની વાર્તા સાંભળી જંબૂકુમાર સહિત સહુના મુખ પર હાસ્ય છવાઈ ગયું. જંબૂકુમારે કનકશ્રીની વાતને હળવાશથી લઈને કહ્યું :
કનકશ્રી, વિવેક વિનાની હઠનું પરિણામ, તેં કહ્યું તેવું જ આવે. મારી હઠ, મારો આગ્રહ વિવેકપૂર્ણ છે. મનુષ્ય જે કોઈ સત્કાર્ય કરવાનું નક્કી કર્યું હોય, તે કાર્ય કરવા માટે તેનો દઢ સંકલ્પ હોવો જ જોઈએ.
દઢ મનોબળથી જ મહાન કાર્યો સિદ્ધ થઈ શકે છે. શું તું દૃઢ મનોબળને “ખોટી હઠ' કહીને ઉપેક્ષા કરવાનું કહે છે?
મોક્ષપ્રાપ્તિના પુરુષાર્થને હું સારું કામ માનું છું. એ કરવા હું સજ્જ થયેલો છું. મને ભોગાસક્તિ પ્રત્યે ધૃણા છે. હું જાણું છું ભોગાસક્ત મનુષ્યની કેવી દુર્ગતિ થાય છે તે સાંભળ એક વાર્તા. આ વાર્તા કલ્પિત નથી. જ્ઞાની ગુરુદેવના મુખે સાંભળેલી છે.
એક નાનકડા શહેરના કોટવાળની આ વાર્તા છે.
કોટવાળ પાસે એક ઘોડી હતી. કોટવાળ ઘોડીને પોતાની પુત્રીની જેમ ચાહતો હતો. તેની સાર-સંભાળ લેવાનું કામ તેણે “શલ્યક’ નામના નોકરને સોંપ્યું હતું.
કોટવાળ, ઘોડી માટે જે સારો ખોરાક શલ્યકને આપતો, તે ખોરાક મોટાભાગે શલ્યક પોતે ખાઈ જતો અને થોડો ખોરાક ઘોડીને આપતો.
For Private And Personal Use Only