________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧પર.
એક રાત અનેક વાત જિનદાસ ઘોડાની સાર-સંભાળ રાખે છે. તેને સરોવરે સ્નાન કરાવવા લઈ જાય છે. રસ્તામાં એક જિનમંદિર આવતું, તેની ત્રણ પ્રદક્ષિણા કરાવતો, અને ત્યાંથી એને ઘરે લઈ આવતો.
શેઠે ઘોડાને એવી ટેવ પાડી દીધી કે ઘર, સરોવર અને જિનમંદિર આ ત્રણ સ્થળ સિવાય એ બીજે ક્યાંય જાય જ નહીં.
આવા શુભ લક્ષણોવાળા ઘોડાના નિમિત્તે રાજાની સંપત્તિ દિન-પ્રતિદિન વધતી ચાલી. બીજા રાજાઓ એને વશ થવા માંડ્યાં,
એક શત્રુરાજાએ જાણ્યું કે “જિતશત્રુ રાજાની ઉન્નતિ એના લક્ષણવંતા ઘોડાના કારણે થઈ રહી છે. માટે કોઈ પણ ઉપાય કરીને એ ઘોડાનું અપહરણ કરૂં અથવા એને મારી નાખું...” આ કામ એણે પોતાના વિશ્વાસુ મંત્રીને સોંપ્યું.
મંત્રી વસંતપુર આવ્યો. તેણે જિનમંદિરમાં જઈ પરમાત્માનાં દર્શન કર્યા. ત્યાંથી ગુરુદેવ પાસે જઈ ગુરુવંદન કર્યું અને તે જિનદાસ શ્રાવકને ઘેર પહોંચ્યો. જિનદાસે તેની આગતા-સ્વાગતા કરીને પૂછ્યું : “તમે ક્યાંથી આવો છો અને અહીં આવવાનું પ્રયોજન શું છે?'
મંત્રીએ કહ્યું : “હું સંસારથી વિરક્ત થયો છું. તીર્થયાત્રા કરવા નીકળ્યો છું. તીર્થયાત્રાઓ કરીને પછી હું ગુરુદેવ પાસે દીક્ષા લઈશ.'
જિનદાસે એ કપટી મંત્રીના કપટને ન જાણ્યું. તેણે મંત્રીને પોતાના ઘરમાં રાખ્યો. મંત્રી બુદ્ધિશાળી હતો. તેણે રોજ જિનદાસને સુંદર ધર્મકથા કહેવાની શરૂ કરી. જિનદાસને ખૂબ આનંદ થવા લાગ્યો.
એક દિવસ જિનદાસના એક સ્નેહી પુરૂષે આવીને કહ્યું : “જિનદાસ, અમારે ઘરે એક દિવસનો ઉત્સવ છે, એટલે હું તમને નિમંત્રણ આપવા આવ્યો છું. આપ અમારે ત્યાં પધારો.'
જિનદાસે કપટી મંત્રીને પૂછુયું : “જો તમે આ ઘર અને આ ઘોડાને ચોવીસ કલાક સંભાળો તો આ મારા સ્નેહીના ઘરે જઈ શકું.”
કપટી મંત્રીએ હા પાડી. જિનદાસ સ્નેહીના ઘરે ગયો. મધ્યરાત્રિના સમયે કપટી મંત્રીએ ઘોડાને લીધો, એના પર સવારી કરી અને નગરની બહાર દોડાવી મૂક્યો.
પરત ઘોડો તો એની ટેવ મુજબ જિનમંદિરની ત્રણ પ્રદક્ષિણા દઈ સરોવર ગયો અને સરોવરથી ઘર તરફ દોડવા લાગ્યો. પેલો મંત્રી એને રોકવા પ્રયત્ન કરે છે... મારે છે. પણ ઘોડો તો પોતાની ટેવ મુજબ જ ઘર-જિનમંદિરસરોવર આ ત્રણ સ્થાન સિવાય બીજા કોઈ રસ્તે જતો નથી.
For Private And Personal Use Only