________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫. કનુકશ્રી અને કમળવતી)
નભસેના, તારી સ્પષ્ટ વાત સાંભળીને હું રાજી થયો છું. હવે તું પણ મારી સ્પષ્ટ વાત સાંભળ. તમે સહુ ખૂબ પ્રેમથી સાંભળજો.
પહેલી વાત તો એ છે કે હું સંસારના સુખો પ્રત્યે વિરક્ત બન્યો છું. મારા મનમાં એક માત્ર મોક્ષસુખની ઝંખના છે. સંસારના સુખો મને કેમ નીરસ... તુચ્છ લાગ્યાં છે, તે તમને સમજાવું.
જે માણસને ફાંસીની સજા થઈ હોય, તેને રસભરપૂર ભોજન આપવામાં આવે, સુંદર વસ્ત્ર અને કિંમતી અલંકાર આપવામાં આવે.... શું એ માણસને ગમશે? એ ભોજનમાં... વસ્ત્રમાં... અલંકારોમાં સુખ માનશે? નહીં ને? તેમ મને “મૃત્યુ” સામે ભાસે છે... અનિશ્ચિત મૃત્યુ ગમે ત્યારે ભરખી જનારું મૃત્યુ કહો, પછી આ બધાં ભોગસુખો ગમે ખરો?
બીજી તરફ ગણધર ભગવંતશ્રી સુધર્મા સ્વામીના ઉપદેશથી મેં આત્માને જાણ્યો અને મોક્ષને જાણ્યો. મોક્ષસુખને જાણ્યું ને જાણ્યા પછી તો... મને સંસારનાં સુખ, સાચે જ તુચ્છ લાગી ગયાં.
નભસેના, જેણે ઘીને જોયું ન હોય તેને તેલ જ ભાવે, તેમ જેને મોક્ષસુખનું જ્ઞાન ન હોય તેને સંસારનાં વિષયસુખ ગમે. સંસારના અજ્ઞાની જીવો દુઃખથી તો દૂર ભાગે છે, પરંતુ સુજ્ઞ પુરુષો સંસારનાં વૈષયિક સુખોથી પણ દૂર ભાગે છે.
“વૈષયિક સુખોનો ઉપભોગ દુ:ખોને નોતરે છે.” આ વાત જાણ્યા પછી એ સુખોને ભોગવવા મન કેવી રીતે રાજી થાય? માટે હું ત્યાગના સીધા રસ્તે ચાલવા ઇચ્છું છું. ભોગના આડા રસ્તે મારું મન ચાલવા નથી ઇચ્છતું. સીધા રસ્તે ચાલનાર સુખી થાય છે. આડા રસ્તે ચાલનાર દુઃખી થાય છે.
એક ઘોડાની વાર્તા દ્વારા તને આ વાત સમજાવું છું. વસંતપુર નગરના રાજાનું નામ જિતશત્રુ હતું. એક દિવસ જિતશત્રુ રાજા પાસે અશ્વપાલ કેટલાક ઘોડા લઈ આવ્યો. રાજાને શ્રેષ્ઠ ઘોડો લેવો હતો. તેણે પોતાના વિશ્વાસપાત્ર અશ્વપરીક્ષકને બોલાવીને કહ્યું : “સર્વશ્રેષ્ઠ લક્ષણવાળો અશ્વ બતાવો.'
અશ્વપરીક્ષકે એવો એક શ્રેષ્ઠ અશ્વ બતાવ્યો. રાજાએ એની પૂજા કરી, એની સાર-સંભાળ રાખવા, એ અશ્વ નગરશ્રેષ્ઠી જિનદાસને સોંપ્યો. રાજાને જિનદાસ શેઠ ઉપર ખૂબ વિશ્વાસ હતો.
For Private And Personal Use Only