________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કનકસેના અને નભસેના
૧૪૯ જોઈએ. આપને જે અપાર વૈષયિક સુખો મળ્યાં છે, તેમાં સંતોષ રાખો. આ સુખોથી ચઢિયાતાં મોક્ષનાં સુખો મેળવતા જતાં, મળેલાં સુખો છોડી દેવાની ભૂલ કરશો તો પસ્તાવાના દિવસો આવશે.
બહુ ઉતાવળા ન થાઓ. જેમ સંસારનાં સુખો વગર મહેનતે આ જન્મમાં મળ્યાં ને? તેવી રીતે મોક્ષનાં સુખો પણ સહજતાથી મળશે! ભોગવો ત્યારે મોક્ષનાં સુખ. અત્યારે, આ જન્મમાં જે સુખ મળ્યાં છે તે ભોગવો.
કદાચ, આપે મોક્ષસુખ મેળવવા અધીર થયેલા લોકોને સંસારના સુખો છોડી સાધુ થયેલા જોયા હશે... ને તેમને જોઈને આપને પણ એ મોક્ષસુખ મેળવવાનો લોભ જાગ્યો હશે... પરંતુ એ લોભ સારો નથી. જુઓ, લોભી ડોસીઓની એક વાર્તા કહું છું.
એક ગામમાં બુદ્ધિ અને સિદ્ધિ નામની બે વૃદ્ધ સ્ત્રીઓ રહેતી હતી. બન્ને એકલી-એકલી હતી. પોતપોતાની ઝૂંપડીમાં રહેતી હતી અને ગરીબીમાં જીવતી હતી.
એક દિવસ બુદ્ધિ ડોસીના દ્વારે એક સંન્યાસી આવ્યો. તેણે બુદ્ધિને કહ્યું : ‘ગામની બહાર જે ભોતક યક્ષનું મંદિર છે, ત્યાં જઈ ત્રણ ઉપવાસ કરી યક્ષની આરાધના કર. યક્ષ તારું દુઃખ દૂર કરશે. તને સુખી કરી દેશે.”
બુદ્ધિ તો ગઈ પક્ષના મંદિરે. ત્રણ ઉપવાસ કરીને યક્ષની આરાધના કરી. યક્ષ પ્રસન્ન થયો. ડોસીને પૂછ્યું :
તારે શું જોઈએ છે?' એવું આપો કે જેનાથી હું સુખમાં જીવું.” ડોસીએ કહ્યું.
મારા પગ પાસેથી તને રોજ એક સોનાનો સિક્કો મળશે, તે તું રોજ લઈ જજે.” ડોસી બોલી : “આપની મારા પર મહાન કૃપા થઈ.
બુદ્ધિને રોજ એક સોનાનો સિક્કો મળવા લાગ્યો. થોડા દિવસમાં તેની રહેણી-કરણી બદલાવા લાગી. - મોટું સુંદર ઘર બની ગયું. - ઘરમાં ચાંદીનાં વાસણ આવી ગયાં. - એક હજાર ગાયોનું ગોકુળ વસાવ્યું. - બુદ્ધિ સુંદર વસ્ત્રો અને અલંકારો પહેરવા લાગી.
For Private And Personal Use Only