________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કનકસેના અને નભસેના
૧૪૭ પછી એ ચોરોએ તે ખેડૂતને લાકડીઓથી ખૂબ માર્યો. તેનાં કપડાં ઉતારી લીધાં અને દોરડાથી કચકચાવીને બાંધ્યો.
સવારે બીજા ગોવાળો ત્યાં આવ્યા. તેમણે ખેડૂતને આવું બનવાનું કારણ પૂછુયું. ખેડૂતે કહ્યું : “શંખ ફૂકો, ભલે ફૂંકો, પણ વધારે ન ફૂકવો. કારણ કે વધારે ફૂંકવાથી કામ બગડે છે. પહેલી વખત શંખ ફૂંકવાથી મેં જે મેળવ્યું હતું તે વધારે કવાથી ચાલ્યું ગયું. માટે કોઈ કામ ‘અતિ’ ન કરવું.'
હે નાથ, શંખનાદ ખેડૂતને જેમ ભાન થયું તેમ તમારે પણ “અતિ' નો આગ્રહ છોડી, મધ્યમ માર્ગે ચાલવું જોઈએ. ગૃહવાસમાં રહી મોક્ષમાર્ગની આરાધના કરવી, તે મધ્યમ માર્ગ છે.'
૦ ૦ ૦ જંબૂકુમારે ચંદન જેવી શીતલ વાણીમાં કહ્યું : “કનકસેના, તું કર્મબંધનની દૃષ્ટિથી વિચારીશ તો ગૃહવાસમાં રહેવાનો આગ્રહ છોડી દઈશ. હું ‘કર્મબંધના સિદ્ધાંતને જાણું છું. જેઓ આ સિદ્ધાંતને નથી સમજતા તેઓ અજ્ઞાનવશ અને રાગ-દ્વેષ પરવશ બની કેવાં ચીકણાં પાપકર્મ બાંધે છે, અને એ પાપકર્મો જીવને દુર્ગતિઓમાં લઈ જઈ કેવાં ઘોર દુઃખ આપે છે એ વાતો તું સાંભળીશ... તો તું પણ મારી સાથે દીક્ષા લેવા તૈયાર થઈ જઈશ. તમે સહુ જે ગૃહવાસમાં રહેવા મને સમજાવવા પ્રયત્ન કરો છો એ ગૃહવાસમાં જીવને કેવાં કેવા પાપ કરવાં પડે છે અને એ વાસનામાં જકડાતો જાય છે, તે સમજાવવા એક ઉપનય-કથા કહું છું.
વિંધ્યાચલમાં એક મહાકાય વાંદરો રહેતો હતો. જાણે એ પોતાને વિધ્યાચલકુમાર ન માનતો હોય! હમેશાં એ વાંદરીઓના જૂથે સાથે જંગલોમાં વિચરણ કરતો.
વર્ષો વીત્યાં, વાંદરો ઘરડો થયો. તે છતાં એ બીજા કોઈ વાંદરાને જૂથપતિ બનવા દેતો ન હતો. પરંતુ એક જવાન વાંદરાએ પેલા ઘરડા વાંદરાની પરવા કર્યા વિના, વાંદરીઓ સાથે ફરવા માંડ્યું અને કામક્રીડા કરવા માંડી. તે જોઈને ઘરડા વાંદરાએ જવાન વાંદરા પર હુમલો કર્યો. બન્ને વચ્ચે ભયાનક ઝપાઝપી થઈ. જવાન વાંદરાએ એક પથ્થર ઘરડા વાંદરાના માથે મારી, તેનું માથું ફોડી
નાંખ્યું.
ઘરડો વાંદરો ત્યાંથી ભાગ્યો. દોડતાં. દોડતાં એ થાકી ગયો. તે એક ઝાડ નીચે બેઠો. એને ખૂબ તરસ
For Private And Personal Use Only