________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
એક રાત અનેક વાત રાણીએ કહ્યું : “અહીં ક્યાં છુપાવું? પકડાઈ જઈશ. તો રાજા તને મારી નાંખશે...' લલિતાંગ ખૂબ ગભરાઈ ગયો.
વિચારવાનો વધુ સમય ન હતો. રાણીએ અને દાસીએ લલિતાંગને ઉપાડીને રાણીવાસના પાછળના ભાગમાં અવાવરુ કૂવામાં ફેંકી દીધો!
રાણી દાસી સામે જોઈને હસી. જાણે કે કેરીનો રસ ચૂસી, ગોટલો બહાર ફેંકી દે તેમ લલિતાંગને કૂવામાં ફેંકી દઈ... રાણી તૃપ્ત થઈ હતી.
ત્યાં રાજાએ રાણીવાસમાં પ્રવેશ કર્યો. રાણીએ ખૂબ જ સ્વાભાવિકતાથી રાજાનું સ્વાગત કર્યું. દાસી શયનખંડમાંથી બહાર નીકળી ગઈ. રાજાએ શયનખંડમાં ચારેકોર જોયું... કોઈ દેખાયું નહીં.
પેલી યક્ષની મૂર્તિ ક્યાં છે?' “જે આજે સવારે અહીં લાવી હતી એ?' “હા.'
“એ મૂર્તિ તો પાછી મોકલી દીધી!' રાણીએ ખૂબ હાવભાવ બતાવી રાજાને બીજી વાતમાં ચઢાવી દીધો. - લલિતાગ જે કૂવામાં પડ્યો હતો તે કૂવો બહુ ઊંડો તો ન હતો, પરંતુ ગંદકીથી ભરેલો હતો. કૂવામાં પડ્યો પડ્યો લલિતાંગ ધ્રૂજી રહ્યો હતો. રાજા તપાસ કરતો કરતો અહીં આવી ચઢશે ને મને જોઈ જશે તો?' પરંતુ જ્યારે એક... બે.... ત્રણ કલાક વીતી ગયા. ત્યારે તે નિર્ભય બન્યો, અને તેને રાણી યાદ આવી. “રાણીએ મને ઉપાડીને અહીં કેમ ફેંકી દીધો? કેવી એ સ્વાર્થી.... કુલટા સ્ત્રી છે? મારી સાથે મનમાન્યાં સુખ ભોગવ્યાં.... કેવી પ્રેમચેષ્ટાઓ કરી. ને જ્યાં એનો સ્વાર્થ ઘવાતો લાગ્યો. એણે મારી આ દુર્દશા કરી? અહીં હું કેવી રીતે જીવીશ? હવે. જો હું આ કૂવામાંથી બહાર નીકળું તો ક્યારેય આ રીતે પરસ્ત્રીનો સંગ નહીં કરૂં... ક્યારેય પરસ્ત્રી સાથે પ્રેમ નહીં કરૂં ...”
બીજા દિવસે સવારે રાણીની દાસીએ એ કૂવામાં, ભોજનની પોટલી બાંધી કૂવામાં નાંખી. લલિતાંગે પોટલી ખોલી ભોજન કર્યું... ખૂબ ભૂખ લાગી હતી... તે બધું જ ખાઈ ગયો.. ને કૂવાનું ગંદું પાણી પીધું... બીજું શું કરે?
એમ કરતાં દિવસો વીત્યા ને મહિના વીત્યા. વરસાદના દિવસો આવ્યા. ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. ખાડા અને કૂવા પાણીથી ઊભરાવા લાગ્યાં. લલિતાંગ પાણીના પ્રવાહમાં તણાતો નગરના કિલ્લાની બહાર ખાઈમાં તણાઈ
For Private And Personal Use Only