________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કનકશ્રી અને કમળવતી
૧૫૩ આખી રાત ઘોડાએ આ રીતે.... માર ખાધા કર્યો અને ઘર-જિનમંદિર અને સરોવરના ફેરા કર્યા. પ્રભાત થયું. ત્યારે છેવટે કંટાળીને ઘોડાને છોડી મંત્રી ભાગી ગયો.
સવારે જિનદાસ ઘરે આવ્યો. આજુબાજુના લોકોએ કહ્યું : “તમારા મહેમાને આખી રાત બિચારા ઘોડાને ખૂબ માર્યો છે... ને દોડાવ્યા કર્યો છે...'
જિનદાસે મહેમાનની તપાસ કરી. તે ભાગી ગયો હતો. તેના મનમાં ખૂબ દુઃખ થયું. એણે મને ધર્મના બહાને છેતર્યો..' આ વાતનો એને વિષાદ થયો. જ્યારે દુ:ખ પડવા છતાં ધોડાએ આડો રસ્તો ન લીધો... બીજા રસ્તે ન ગર્યો, એ વાતનો ખૂબ હર્ષ થયો. તેનો ઘોડા ઉપર પ્રેમ વધી ગયો.
જે મનુષ્ય દુઃખ સહીને પણ, ખોટા રસ્તે નથી જતો, એ દુનિયામાં વિશેષ પ્રેમ અને આદર પામે છે. જિનદાસના ઘોડાની જેમ વિશેષ આદરણીય બને છે.
નભસેના, પેલો ઘોડો જેમ ઉન્માર્ગે ગયો નહીં તેમ હું પણ ઉન્માર્ગે જઈશ નહીં. મોક્ષનું પરમ સુખ આપનાર જે માર્ગ મેં જોયો છે તે હું હવે છોડવાનો નથી. સગુરુની પરમ કૃપાથી મને આવો શ્રેષ્ઠ માર્ગ જાણવા મળ્યો છે, એ માર્ગ છોડીને હું અજાણ્યા માર્ગે શા માટે જાઉં?” | નભસેનાએ પોતાની મોટી-મોટી આંખો જમીન પર ઢાળી દીધી. રાત્રિનો બીજો પ્રહર ઢળી ગયો હતો. વાર્તાનો દોર કનકશ્રીએ પકડી લીધો હતો. મધુર સ્વરે તેણે કહ્યું :
“હે નાથ, મારું મન તમારામાં જ લીન છે. તમારાં લટકાળાં નયન પર મારું મન મોહી પડેલું છે... હે ભોગી ભ્રમર! તમારી મદમાતી યુવાની મને પાગલ બનાવી રહી છે. આપ આપનો આગ્રહ છોડીને મને યૌવનરસના પ્યાલા ભરી-ભરીને પાઓ. મને આવી બધી ચર્ચાઓમાં રસ નથી, ને આજની રાત વળી હે સજન, યૌવનરસ માણવા માટે હોય છે...
હે પ્રીતમ, આટલી સજ્જડ પકડ સારી નહીં. યુવાન સ્ત્રીઓ જ્યારે સામે હોય ત્યારે આટલો બધો દુરાગ્રહ રાખી અળગા રહેવું વાજબી નથી. થોડા વ્યાવહારિક બનવું જોઈએ. નહીંતર પેલા ગામમુખીના પુત્ર જટાધરની જેમ દુઃખી થવું પડશે.
એક ગામનો મુખી મરણપથારીએ પડ્યો હતો. તેનો એકનો એક પુત્ર જટાધર તેની પાસે બેઠો હતો. તેને મુખીએ કહ્યું :
બેટા, મારી એક અંતિમ શિખામણ માનીશ?” જરૂર માનીશ પિતાજી.”
For Private And Personal Use Only