________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કનશ્રી અને કમળવતી
૧૫૭
નિરાશ થઈને સોમદત્ત નિત્યમિત્રના ધરમાંથી જેવો બહાર નીકળ્યો કે તરત જ નિત્યમિત્રે ધડાક કરીને દરવાજો બંધ કરી દીધો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોમદત્ત પર્વમિત્રના ઘેર ગયો. પર્વમિત્રે તેને આદર આપ્યો. પ્રેમથી બોલાવ્યો ને સારા આસને બેસાડ્યો. સોમદત્તે તેને પોતાની બધી વાત કરી. તેની વાત સાંભળીને પર્વમિત્રે કહ્યું : ‘સોમદત્ત, અનેક પર્વ-ઉત્સવમાં તેં મારા પ્રત્યે અપાર સ્નેહ બતાવીને મને વશ કરી લીધો છે; માટે હું તારા દુઃખમાં ભાગ ન લઉં તો મારા કુળને કલંક લાગે. તારે ખાતર હું દુ:ખ સહન કરવા તૈયાર છું, પરંતુ આ છે રાજભયનો મામલો! તને આશ્રય આપતાં મારો પરિવાર પાયમાલ થઈ જાય. એક બાજુ તું મને વહાલો છે, બીજી બાજુ મારૂં કુટુંબ પણ મને વહાલું છે. એક બાજુ વાઘ છે... તો બીજી બાજુ ઊંડી ખાઈ છે... માટે હે મિત્ર, મારા કુટુંબ પ્રત્યે દયા રાખ અને તું આશ્રય લેવા બીજે જા. તારૂં કલ્યાણ થાઓ..' એમ કહી પર્વમિત્ર સોમદત્તને ઘરના આંગણા સુધી વળાવીને પાછો ગયો.
સોમદત્ત નિરાશ... વ્યાકુળ અને વ્યથિત થઈ ગર્યા. છેવટે તે પ્રણામમિત્રના ઘેર પહોંચ્યો, પ્રણામિત્રે તેને આવકાર આપ્યો. સોમદત્તે પોતાની સાચી પરિસ્થિતિ કહી સંભળાવી, અને કહ્યું : ‘મારી ઇચ્છા રાજાના રાજ્યની હદ બહાર નીકળી જવાની છે, તમે મને મદદ કરી શકશો?
પ્રણામમિત્રે કહ્યું : ‘હે મિત્ર, મદદ કરવા માટે બહુ ગાઢ મૈત્રીની જરૂર નથી. સંતપુરુષોને સાત ડગલાં સાથે ચાલતાં મૈત્રી થાય છે.’ આપણી મૈત્રી સાચી મૈત્રી જ છે. તમને મદદ કરી, એ મૈત્રીને હું પવિત્ર કરવા અને કાયમ રાખવા માગું છું. તમે ભય ન રાખો. હું તમારી રક્ષા કરવા તમારી સાથે આવું છું.
પ્રણામમિત્ર, ધનુષ્ય અને બાણ લઈને સોમદત્તની સાથે ચાલ્યો અને એને સલામત સ્થળે પહોંચાડી આવ્યો.
હે કમલ, આ વાર્તાનું રહસ્ય હવે તને સમજાવું છું.
– સોમદત્ત આપણો જીવ છે.
- નિત્યમિત્ર આપણું શરીર છે. રોજ સાથે રહેવા છતાં મૃત્યુ થતાં તે સાથે આવતું નથી.
- પર્વમિત્ર આપણા સગા-સંબંધીઓ છે. તેઓ સ્મશાન સુધી વળાવવા આવે છે. - પ્રણામમિત્ર ધર્મ છે. તે મૃત્યુ પછી પણ જીવ સાથે આવે છે ને કલ્યાણ કરે છે. ‘માટે હું ધર્મપુરુષાર્થ ક૨વા કટિબદ્ધ થયો છું.'
For Private And Personal Use Only