________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
એક રાત અનેક વાત
લાગી હતી. તેણે આસપાસ જોયું... દૂર કંઈક ચમતું દેખાયું, તેણે માન્યું કે ત્યાં પાણી છે. તે દોડ્યો. જ્યાં પાણી પીવા મોઢું નાંખ્યું... મોઢું ચોંટી ગયું! કારણ કે એ પાણી ન હતું, પરંતુ શિલાજિત હતું. શિલાજિત ખૂબ જ ચીકણું હોય છે.
મોઢું છુઠ્ઠું કરવા માટે તેણે હાથ-પગ શિલાજિતમાં મૂકી જોર કરવા માંડ્યું. તેના હાથ-પગ પણ ચોંટી ગયા! પરિણામે ભૂખ્યો ને તરસ્યો એ ઘરડો વાંદરો મૃત્યુ પામ્યો. હા, જો એણે હાથ-પગ શિલાજિતમાં મૂક્યા વગર મોઢું છોડાવવાની મહેનત કરી હોત, તો કદાચ બચી જાત.
હે કનકસેના, સ્ત્રીની વાસના શિલાજિત જેવી છે. તેમાં ચોંટ્યા પછી ઊખડવું ઘણું મુશ્કેલ હોય છે. દુનિયામાં આ રીતે સ્ત્રી-વાસનામાં ચોંટી ગયેલા અસંખ્ય જીવો દેખાય છે... તેમનાં દુ:ખ... ત્રાસ અને વેદના જોઈને, મેં તો બ્રહ્મચર્ય પાળવાની દૃઢ પ્રતિજ્ઞા કરી લીધી છે.
કનકસેનાએ પોતાની પાસે બેઠેલી નભસેના સામે જોયું. નભસેના જંબૂકુમાર સામે એકાગ્રતાથી જોઈ રહી હતી. કનકસેનાએ સાચવીને એના હાથને સ્પર્શ કર્યો. નભસેનાએ કનકસેના સામે જોયું. તેના મુખ પર સ્મિત તરી આવ્યું. તે કનકસેનાનો ઇશારો સમજી ગઈ.
વાતનું અનુસંધાન કરતી નભસેના બોલી :
‘હે પ્રાણનાથ, મારી સ્પષ્ટ વાત કદાચ કડવી લાગે તો મને ક્ષમા કરજો, પરંતુ હું સ્પષ્ટ વાત જ કરીશ. મેં આપની વાત ધ્યાનપૂર્વક સાંભળી છે. આપે કહ્યું કે ‘જો તે વાંદરાએ શિલાજિતમાં પોતાના હાથ-પગ ન મૂક્યા હોત તો એ મુક્ત થઈ શકત.’
શિલાજિત સમાન સ્ત્રીઓનો સંગ કરીને, વૈયિક સુખો ભોગવીને શું મહાપુરુષોએ અને એ મહાન સ્ત્રીઓએ દીક્ષા લીધાનાં દૃષ્ટાંતો નથી મળતાં? શ્રી નેમનાથ અને શ્રી મલ્લિનાથ સિવાયના બાવીશ તીર્થંકરોએ શું લગ્ન નહોતાં કર્યાં? શું તેમણે સંસારસુખ નહોતાં ભોગવ્યાં? પછી તેઓ સંસારત્યાગ નહોતા કરી શક્યા? એવી રીતે ભરત ચક્રવર્તી, સગર ચક્રવર્તી, સનતકુમાર ચક્રવર્તી વગેરેએ સંસારસુખો ભોગવીને ચારિત્ર નહોતું લીધું? તેવી રીતે આપ પણ અમારી સાથે મનગમતાં સંસારસુખ ભોગવીને પછી દીક્ષા ન લઈ શકો? પછી બ્રહ્મચર્ય ન પાળી શકો? ખરું કહું? સંસારનાં સુખ ભોગવ્યા વિના બ્રહ્મચર્ય પાળવામાં કોઈ મજા જ નથી.
બીજી વાત, માણસે સુખી થવું હોય તો જે મળ્યું હોય તેમાં સંતોષ રાખવો
For Private And Personal Use Only