________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
સમુદ્રશ્રી અને પાશ્રી
હે પ્રાણેશ્વર, બકાની જેમ તમે પણ બન્ને ગુમાવી બેસશો તો પશ્ચાતાપનો પાર નહીં રહે. આઠ-આઠ સ્ત્રીઓ અને નવાણુ ક્રોડ રૂપિયાનો ત્યાગ કરીને.. મુક્તિનાં સુખ મેળવવાની વાતો કરો છો. એના પરિણામનો વિચાર કરવો જોઈએ. વધારે તો શું કહું નાથ? આપ મારા કરતાં ઘણા મહાન છો.’
જંબૂકમારના મુખ પર સ્મિત ફરકી ગયું. તેણે સમુદ્રશ્રી સામે સ્નેહભરી દૃષ્ટિએ જોયું અને કહ્યું :
પુયશાલિની, તારી વાત સાચી છે, પરંતુ હું તારા બકા પટેલની જેમ તુચ્છ ફળની ઇચ્છાવાળો નથી, હું શ્રેષ્ઠ ફળની ઇચ્છા રાખું છું, વળી વૈષયિક સુખોની ઇચ્છાઓનો તો અંત જ નથી આવતો, જે વૈષયિક સુખોના ભોગઉપભોગ માટે તે આગ્રહ કરે છે, તે સુખો વાસ્તવમાં સુખ નથી. પરિણામે મહાદુઃખરૂપ છે. આ વાત તમને એક કાગડાની ઉપનય-કથાથી સમજાવું છું.
વિંધ્યાચલની બિહડ અટવીમાંથી નર્મદા નદી વહી જતી હતી. અડાબીડ જંગલ અને નરભરી નદી! એટલે ઢગલાબંધ પશુઓનો નિવાસ. નર્મદાના કિનારે એક કાળા પહાડ જેવો વૃદ્ધ હાથી રહેતો હતો. વૃદ્ધાવસ્થાના કારણે તે અશક્ત બની ગયો હતો. વૃક્ષોની ડાળીઓ પણ તોડી શકતો ન હતો. તેના દાંત પડી ગયેલા હતા. તેથી તે ખાઈ શકતો ન હતો. તેનું શરીર ચામડાના જંગી થેલા જેવું બની ગયું હતું.
ઉનાળાના દિવસો આવ્યા. નદીનું પાણી સુકાઈ ગયું હતું. નદીનો પટ સૂકો થઈ ગયો હતો. જ્યાં ત્યાં પાણીના ખાબોચિયાં ભરેલાં પડ્યાં હતાં. એક દિવસ પેલો વૃદ્ધ હાથી રેતીમાં ફસાઈને નીચે પડી ગયો. ભૂખ્યો તરસ્યો મરી ગયો.
હાથીના મૃતદેહનું માંસ ખાવા જંગલનાં પશુઓ ભેગાં થઈ ગયાં. હાથીના ગુદાદ્વારને ચીરી નાખ્યું. મોટું બાકોરૂં પાડી દીધું. જાણે કોઈ પર્વતની ગુફા જોઈ લ્યો. એ બાકોરામાંથી પશુઓ ને પક્ષીઓ હાથીના પેટમાં જઈ જઈને માંસ ખાવા લાગ્યાં.
એક કાગડો રોજ હાથીના પેટમાં જતો, માંસ ખાતો ને બહાર નીકળતો. એક દિવસ કાગડો ખૂબ ઊંડાણમાં ગયેલો. માંસ ખાવામાં લીન હતો, ત્યાં સૂર્યના તીવ્ર તાપથી હાથીનું શરીર સંકોચાઈ ગયું. બહાર નીકળવાનો માર્ગ બંધ થઈ ગયો. કાગડો અંદર પુરાઈ ગયો! જાણો સાપ કરંડિયામાં પુરાઈ જાય, તેવી રીતે તે પુરાઈ ગયો.
ત્યાં અચાનક મુશળધાર વરસાદ આવ્યો. નર્મદામાં પૂર આવ્યું. પાણીના ધસમસતા પૂરમાં હાથીનું શરીર તણાયું. શરીરમાં બેઠેલો કાગડો પણ તણાયો! નદીમાંથી તણાતું શરીર સમુદ્રમાં પહોંચી ગયું.
For Private And Personal Use Only