________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
એક રાત અનેક વાત સંકોચાયેલું શરીર ધીરે ધીરે ફુલવા માંડ્યું. ગુદામાર્ગનું બાકોરું ખૂલી ગયું. કાગડો તરત જ બહાર નીકળીને શરીરની ઉપર બેસી ગયો. તેણે સમુદ્રમાં ચારેબાજુ જોયું. ચારેબાજુ પાણી જ પાણી હતું. ઉપર આકાશ ને નીચે પાણી! કિનારો દેખાતો ન હતો. કિનારે પહોંચવા તે ઊડે છે.. થાકે છે. પાછો હાથીના શરીર પર આવીને બેસે છે. વારંવાર પ્રયત્ન કરવા છતાં એ કિનારે ન પહોંચી શક્યો.
બીજી બાજુ, સમુદ્રના મગરમચ્છાએ હાથીના શરીરને પાણીમાં ખેંચી જવા માંડ્યું. શરીરની સાથે કાગડો પણ પાણીમાં ડૂબીને મરી ગયો.
દેવી, આ વાર્તાનો ઉપનય હવે સમજાવું છું. - મરેલા હાથીનું શરીર તે સ્ત્રી છે. - સમુદ્ર તે સંસાર છે. - કાગડો તે વિષયાંધ પુરુષ છે.
હું કાગડાની જેમ સંસારસાગરમાં ડૂબવા નથી ઇચ્છતો. હું તો સર્વ બંધનોનેબાહ્ય અને આંતરિક, તોડીને પરમ પદ પામવા ઇચ્છું છું. હે ભોળી, તું મને ભોળવવા ઇચ્છે છે, પણ એમ હું ભોળવાઈ જાઉં એવો નથી. અલબત્ત, કામિનીના નયનકટાક્ષોથી અને વચનવિલાસથી અનેક બુદ્ધિમાનો પણ મોહબ્રાન્ત બને છે. પરંતુ જે મહાપુરુષોનું મન જ્ઞાન-ધ્યાનમાં લીન રહે છે, તેમને એ સ્ત્રીઓ કાંઈ જ કરી શકતી નથી.
સ્ત્રીઓનો વાણીવિલાસ મૃગજળ સમાન હોય છે. જેમ મૃગજળને જોઈ, મૃગ પાણી પીવા દોડ્યો જાય છે, પરંતુ તેને પાણી નથી મળતું; ગરમ-ગરમ રેતી મળે છે. તેનું મોટું દાઝે છે. તેવી રીતે, સ્ત્રીના નયનકટાક્ષોથી ને વાણીવિલાસથી આકર્ષાઈને પુરુષ એની પાસે દોડી જાય છે. એના મદમાતા યૌવનને ભોગવવા... પરંતુ ત્યાં એને મળે છે ઝેરના પ્યાલા... એને મળે છે વેદના અને બળતરા...
જેઓ જ્ઞાન-ધ્યાનને ભૂલી જઈને, નવયૌવનના રૂપસૌંદર્યમાં મુગ્ધ બને છે તેઓ, જેમ શિકારીના તીરથી મૃગ વીંધાઈ જાય છે, તેમ સ્ત્રીના કટાક્ષબાણોથી વીંધાઈને જમીન પર ઢળી પડે છે. અનેક અનર્થો પામે છે અને રિબાઈ રિબાઈને મરે છે.
જ્ઞાન-ધ્યાનરહિત મોટા મોટા તપસ્વીઓ પણ સ્ત્રીના મોહપાશમાં જકડાઈને બરબાદ થઈ ગયાનાં અનેક દૃષ્ટાંતો જોવા મળે છે.”
જંબૂકુમારની કથા, તેનો ઉપનય અને ઉપદેશ સાંભળીને બીજી પત્ની પદ્મશ્રી
For Private And Personal Use Only