________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમુદ્રશ્રી અને પદ્મશ્રી
૧૩૩ પદ્મશ્રીએ જેબૂકુમારને કહ્યું : “હે નાથ! જે સુખો આપને મળ્યાં છે, એ સુખો છોડીને આપ જો મુક્તિનાં સુખ લેવા જશો તો આ વાંદરાની જેમ પાછળથી પસ્તાવાનો સમય આવશે. માટે મારી આપને વિનંતી છે કે આપ સંસારનાં સુખોનો ત્યાગ ન કરશો.*
જંબૂકમાર એકાગ્રતાથી પદ્મશ્રીની વાત સાંભળી રહ્યા હતા. તેમણે પદ્મશ્રીને મધુર શબ્દોમાં કહ્યું :
પાશ્રી, આત્મજ્ઞાનીને પસ્તાવાનો સમય આવતો જ નથી. હું આત્મપ્રેમથી તૃપ્ત છું. અને જેનો આત્મા આત્મપ્રેમથી તૃપ્ત હોય છે તેને દુશમનો પણ કાંઈ કરી શકતા નથી.
અધ્યાત્મદૃષ્ટિવાળા મનુષ્યો જંગલમાં પણ મંગલ મનાવે છે! અને જ્યાં સૂનકાર વ્યાપેલો હોય છે ત્યાં વાતાવરણને પ્રફુલ્લિત બનાવી દે છે. વિષયવાસનાથી ભરેલા મનુષ્યનાં તો તન અને મન, બન્ને બળે છે. એની વિષયતૃષ્ણા ક્યારેય શાન્ત થતી નથી. વિષયતૃષ્ણા વિષયોપભોગથી શાન્ત નથી થતી, પરંતુ જ્ઞાનરૂપી અમૃતરસના સિંચનથી શાન્ત થાય છે.
ભલે મનુષ્ય પરસનાં મધુર ભોજન કરીને તૃપ્તિ માને! એની તૃપ્તિ ક્ષણિક હોય છે. ભલે મનુષ્ય શૃંગારાદિ નવ રસોમાં લીન બને. તેની લીનતા અલ્પજીવી હોય છે. મેં એવા શાન્તરસની, અધ્યાત્મરસની તૃપ્તિ મેળવી છે કે જે ક્યારેય ચાલી જતી નથી.
દેવી, જે મેળવવા જેવું હતું તે મેં મેળવી લીધું છે. મારા ઘટમાં બધી રિદ્ધિ પ્રગટ થઈ ગઈ છે. સંસારનાં સર્વ સુખો આત્માનાં બંધન માટે છે. પરંતુ એ વૈષયિક સુખોમાં જરાય આસક્તિ નથી. એક વાત નિશ્ચિત છે કે આત્મજ્ઞાનમાં જેનું ચિત્ત સ્થિર થયેલું છે તેને કોઈ દિવસ દુઃખ આવતું નથી. દુઃખી એ થાય છે કે જે તૃષ્ણામાં જકડાયેલો છે. તૃષ્ણા જ સર્વ દુઃખોની માતા છે. પદ્મશ્રી, આ વિષયમાં તને એક બોધકથા કહું છું.
કોલસા બનાવવાનો ધંધો કરનાર એક માણસ કોલસા બનાવવા જંગલમાં ગયો. ઉનાળાના દિવસો હતા. ખૂબ તાપ પડતો હતો. તેણે પોતાની સાથે ઘણું પાણી લીધું હતું, કારણ કે તાપના કારણે તરસ ખૂબ લાગતી હતી.
તે પાણી પીતો હતો પણ તેની તરસ ભાંગતી નહીં. જેમ-જેમ આગના ભડકા વધતા જતા તેમ-તેમ તેની તરસ વધતી જતી હતી. તે પાણી પીતો જતો - હતો. પાણી ખૂટી ગયું. પાણી શોધતો એ જંગલમાં ભટકવા લાગ્યો અને ખૂબ થાકી જવાથી અડધે રસ્તે જમીન પર પડી ગયો.
For Private And Personal Use Only