________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૩૪
www.kobatirth.org
એક રાત અનેક વાત
ભાગ્યયોગે એ વૃક્ષની છાયામાં પડ્યો. ઠંડી-ઠંડી હવા હતી. એને તરત જ નિદ્રા આવી ગઈ. નિદ્રામાં તેને એક સ્વપ્ન આવ્યું :
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે એક પાણીથી છલોછલ ભરેલા સરોવર પાસે ગયો... પાણી પીવા માંડ્યો. આખું સરોવર પી ગયો, છતાં એની તરસ છીપી નહીં. તે એક વાવડી પાસે ગયો. વાવડીમાં ઊતરીને પાણી પીવા માંડ્યો. આખી વાવડી ખાલી કરી નાંખી, પછી તે એક તળાવ પાસે ગયો. તળાવ પી ગયો...! તે છતાં તેની તૃષ્ણા શાંત ન થઈ, તે એક ખાબોચિયા પાસે ગયો! ખાબોચિયામાં પાણી બહુ જ થોડું હતું... ખોબો ભરાય એટલું પણ ન હતું. તેથી તે ઊંધો પડીને પાણી ચાટવા લાગ્યો... અને એની આંખો ખૂલી ગઈ! તે તરસ્યો જ પડ્યો હતો! હવે આ ઉપનય-કથાનો ઉપનય બતાવું છું :
કોલસા બનાવનારો પુરુષ સંસારી જીવ છે.
- સ્વપ્નમાં જોયેલા સરોવર, તળાવ... વાવ. એ દેવોનાં સુખ છે. - ખાબોચિયાનું છીછરું પાણી એ મનુષ્યનાં સુખો છે.
સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા કહે છે, આપણો જીવ અનંતવાર દેવલોકમાં જન્મેલો છે. અનંતવાર દેવલોકનાં દિવ્ય સુખો ભોગવેલાં છે. છતાં જીવને તૃપ્તિ નથી થઈ, તો પછી મનુષ્યનાં તુચ્છ સુખોથી કેવી રીતે તૃપ્તિ થાય? મનુષ્યનાં સુખો, ખાબોચિયાનાં છીછરાં પાણી જેવાં છે. સાચું સુખ મોક્ષમાં જ છે. ત્યાં જ આત્મા પરમ તૃપ્તિ અનુભવી શકે છે.
· સંયોગના અંતે વિયોગનું દુઃખ નિશ્ચિત હોય છે.
ગુસ્સે થયેલા સર્પની ફણા જેવાં, ભોગસુખો ચંચળ છે.
- જન્મની સાથે મૃત્યુ નિશ્ચિત છે.
- ઇન્દ્રિયોની ઉત્તેજનાના પરિતાપથી સમગ્ર જીવલોક દગ્ધ થયેલો છે.
- ક્યારેય ઇન્દ્રિયો, વૈષયિક સુખોથી તૃપ્ત થતી નથી.
પદ્મશ્રી, તું જેને સુખ માને છે, મારી દૃષ્ટિમાં તે સુખ છે જ નહીં... માત્ર સુખાભાસ છે. એવાં સુખોનો ત્યાગ કરી સાચું સુખ કે જે આત્માનું પોતાનું છે, તે મેળવવા માટે પુરુષાર્થ ક૨વો જોઈએ.
For Private And Personal Use Only