________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
એક રાત અનેક વાત નગરરક્ષકો મહાવતને પકડીને લઈ ગયા. તેને રાજાએ શૂળી પર ચઢાવવાની શિક્ષા કરી. બીજા દિવસે સવારે તેને શૂળી પર ચઢાવ્યો. મહાવતને ખૂબ તરસ લાગી હતી. જતાં આવતાં લોકો પાસે તે પાણી માગતો હતો. પરંતુ કોઈ એને પાણી આપતું ન હતું.
ત્યાં જિનદાસ નામનો એક શ્રાવક ત્યાંથી પસાર થતો હતો, તેણે કહ્યું : ‘ભાઈ, હું તને પાણી લાવી આપું છું, ત્યાં સુધી તું “નમો રિહંત' બોલ્યા કર.'
જિનદાસ પાણી લઈને આવે, તે પહેલાં જ “નમો અર્દિતા'નો જાપ કરતો મહાવત મૃત્યુ પામ્યો. મરીને દેવ થયો.
૦ ૦ ૦ પેલી કુલટાએ ચોર સાથે મંદિરમાં ભોગ ભોગવ્યા. સવારે બન્ને ચાલી નીકળ્યાં. રસ્તામાં નદી આવી.
ચોરે રસ્તામાં જ વિચાર કર્યો હતો : “જે સ્ત્રીએ એના પહેલા પ્રેમી સાથે દગો કર્યો, તે મારી સાથે દગો કેમ નહીં કરે?'
નદીકિનારે ચોરે રાણીને કહ્યું : “તારાં વસ્ત્ર અને ઘરેણાં ભારે છે. એની સાથે તને ઉપાડીને હું સામે કિનારે ન પહોંચાડી શકે. એટલે પહેલાં તું મને તારાં વસ્ત્ર અને ઘરેણાં આપી દે, તે હું સામે કિનારે મૂકીને આવું. ત્યાં સુધી તું આ વૃક્ષઘટામાં સંતાઈને બેસજે. ગભરાઈશ નહીં હું આવીને તને નદી પાર કરાવીશ.”
રાણીએ એને પોતાનાં વસ્ત્ર અને ઘરેણાં આપી દીધાં. ચોર તે લઈને નદીના સામા કિનારે પહોંચી ગયો.... અને એ બધું લઈને ભાગવા માંડ્યો. રાણીએ તેને ભાગતો જોયો... તે નગ્ન અવસ્થામાં એકદમ નદીના પાણી પાસે આવી બૂમો પાડવા લાગી : “અરે, તું મને એકલી છોડીને કેમ ભાગી જાય છે?'
ચોરે કહ્યું : “આ અવસ્થામાં તું મને રાક્ષસી જેવી લાગે છે.. તું મને ખાઈ જાય તો. મને ડર લાગે છે...!' એમ કહીને તે ભાગી ગયો. રાણીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં.
ત્યાં અચાનક એક શિયાળ આવ્યું. તેના મુખમાં માંસનો ટુકડો હતો. તે માંસનો ટુકડો નદીના કિનારે મૂકીને તે પાણીમાં રહેલી માછલી ખાવા દોડ્યું.
For Private And Personal Use Only