________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦. કનકસેના અને નભણેના
પાસેના, તારી કહેલી વાર્તા ઉપર તું બીજી દૃષ્ટિથી વિચાર કર. દુગિલાનું અધ:પતન શાથી થયું? રાણીના વ્યભિચારનું મૂળ કારણ શું હતું? એક માત્ર વિષયવાસના. વૈષયિક-દૈહિક સુખની તીવ્ર ઇચ્છા.
પરંતુ, તારી એ દુMિલા અને પેલી રાણી, એ તો સામાન્ય સ્ત્રીઓ હતી, હું તને એક વિદ્યાધર પુરુષની વાર્તા કહું છું. વિદ્યાધર જેવો વિદ્યાધર પુરુષ પણ જો વૈષયિક સુખમાં લપટાઈ જાય છે તો એનુંય કેવું ઘોર પતન થાય છે, એ સાંભળ. વૈતાઢ્ય પર્વત ઉપર વિદ્યાધરોની દુનિયા છે. ત્યાં ગગનવલ્લભ નામનું નગર છે.
એ નગરમાં બે યુવાન વિદ્યાધરો રહેતા હતા. એકનું નામ મેઘરથ અને બીજાનું નામ વિઘુનાલી. એક દિવસ મેઘરથે વિદ્યુમ્ભાલીને કહ્યું : “જો આપણે વિશિષ્ટ વિદ્યાસાધના કરવી હોય તો મનુષ્યોની દુનિયામાં જવું જોઈએ. ત્યાં આપણે નીચ કુળની કન્યાને પરણીને એક વરસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. જો તારી ઇચ્છા હોય તો આપણે જઈએ.” વિદ્યુમ્ભાલી તૈયાર થઈ ગયો. બન્ને મિત્રો આ જ ભારતના વસંતપુર નગરમાં ગયા.
તેમણે નીચ કુળની કન્યાઓ સાથે લગ્ન કરવાનાં હતાં ને! એટલે તે બન્ને ચાંડાલોના વાસમાં જઈને રહ્યા. આવા સારા ઘરના અને રૂપવાન યુવાનોને ચાંડાલોએ પોતાના વાસમાં રહેલા જોઈને પૂછ્યું :
તમે અમારા વાસમાં કેમ આવીને રહ્યા છો?' શું કરીએ, અમારા માતા-પિતાએ અમને ઘરમાંથી કાઢી મૂક્યા છે.' “ચાંડાલોએ કહ્યું : “તો ભલે અહીં રહો, અમારા જેવું કામ કરો. અમે તમને અમારી કન્યાઓ પરણાવીશું. તમને કોઈ કાંઈ કહેશે નહીં.”
બન્ને વિદ્યાધર યુવાનો ચાંડાલોના વાસમાં રહ્યા. મેઘરથને ચાંડાલોએ એક કાણી કન્યા પરણાવી. વિદ્યુમ્ભાલીને એક મોટા દાંતવાળી ચાંડાલ કન્યા પરણાવી.
મેઘરથે તો પરણીને પોતાની પત્નીને કહ્યું : “એક વર્ષ સુધી તારે મને અડવાનું નથી. હું વિદ્યાસાધના કરીશ. પછી તને ખૂબ સુખ આપીશ.’ આ રીતે
For Private And Personal Use Only