________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪o.
એક રાત અનેક વાત જઈને રાજાને વાત કરી. રાજાએ કહ્યું : “એને ઊંઘવા દે. જ્યારે તે જાગે ત્યારે તેને મારી પાસે લઈ આવજે.’ - દેવદત્ત સોની સાત દિવસ ને રાત ઘસઘસાટ ઊંધ્યો. જ્યારે તે જાગ્યો, તે રાજા પાસે ગયો. રાજાએ તેને કહ્યું : “હું તને અભયદાન આપું છું. તને આવી ઊંઘ કેમ આવી ગઈ?' તેં જે કંઈ જોયું હોય કે જાણ્યું હોય, તે કહી દે.”
દેવદત્તે રાણી અને મહાવતના પ્રેમની વાત કહી દીધી. રાજાએ દેવદત્તને ખૂબ ધન આપીને નોકરીમાંથી છૂટો કર્યો. તે પોતાના ઘરે જઈને રહ્યો.
0 0 0. રાજાને એ ખબર ન પડી કે કઈ રાણી મહાવતના પ્રેમમાં છે એટલે રાણીઓના ચરિત્રની પરીક્ષા કરવાનો તેણે નિર્ણય કર્યો.
રાજાએ લાકડાનો એક સુંદર હાથી બનાવરાવ્યો. તે પછી તેણે પોતાની આઠેય રાણીઓને બોલાવીને કહ્યું : “આજે મને એવું સ્વપ્ન આવ્યું કે મારી બધી રાણીઓ નગ્ન થઈને લાકડાના હાથી પર બેઠી છે! માટે હું એ સ્વપ્ન સાર્થક કરવા ઇચ્છું છું. મેં એકાંતમાં લાકડાનો હાથી ઊભો રાખ્યો છે. તમે નગ્ન થઈને એના પર બેસો.'
સાત રાણીઓ તો નગ્ન થઈને હાથી પર બેસી ગઈ; પરંતુ એક રાણી બોલી: “મને તો હાથીનો ડર લાગે છે... હું નહીં બેસું.” એટલે રાજાએ તેના ઉપર કમળનાં ફૂલોથી પ્રહાર કર્યો... એટલે એ રાણી મૂચ્છિત થઈને જમીન પર પડી ગઈ!
રાજા સમજી ગયો કે “આ જ રાણી મહાવત સાથે પ્રેમમાં છે.” તરત જ રાજાએ એ રાણીની પીઠ જોઈ... તો લોખંડની સાંકળના પ્રહારનાં ચિહૂનો હતાં. રાજાએ તે રાણીને કહ્યું : “રે દુરાચારિણી, ઉન્મત્ત હાથી પર ચઢી શકે છે ને લાકડાના હાથીથી ડરે છે? સાંકળના મારથી હરખાય છે ને કમળના પ્રહારથી મૂર્છા આવી જાય છે? હે દુષ્ટા, જે હાથી દ્વારા તું તારા પ્રેમી પાસે જાય છે તે હાથી અને પ્રેમી સાથે તારે યમલોકમાં જવાનું છે.'
રાજાએ મહાવતને બોલાવ્યો ને સજા ફરમાવી : “હાથી ઉપર બેસીને તમે બન્ને પહાડ ઉપર જાઓ. ને પહાડના શિખર પરથી તમે ત્રણેય નીચે પડો.” ત્રણેય પહાડ પર ચઢ્યાં.
લોકોએ જ્યારે આ વાત સાંભળી, રાજાને વિનંતી કરી : “મહારાજા, હસ્તીરત્નનો નાશ ન કરો.”
For Private And Personal Use Only