________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાસેના
૧૩૯ રાજાને ખબર પડી કે “દેવદત્ત સોની આખી રાત જાગતો રહે છે. તેને બોલાવીને રાણીવાસના રખેવાળ તરીકે નિયુક્ત કરી દીધો.
હવે રાણીવાસની વાત કહું છું સ્વામીનાથ!' પાસેનાએ જંબૂકુમારને કહ્યું. જંબૂકમાર, પ્રભવ અને જંબૂકુમારની પત્નીઓ પદ્મસેનાની વાર્તામાં રસલીન હતો.
દેવદત્ત સોની રાણીવાસની બરાબર ચોકી કરે છે.'
એક દિવસ એક રાણી, મધ્યરાત્રિના સમયે ધીમે પગલે મહેલના ગોખ તરફ જવા લાગી. તે દેવદત્ત તરફ વારંવાર જુએ છે. “આ ઊંઘે છે કે જાગે છે.” દેવદત્ત પણ ઊંઘવાનો ઢોંગ કર્યો. રાણી મહેલના ગોખમાં પહોંચી ગઈ. ગોખ (ઝરૂખો) લાકડાનો હતો. એક પાટિયું કાઢીને રાણી ગોખની બહાર નીકળી, ત્યાં હાથીની સૂંઢ ઉપર આવી. હાથીએ રાણીને પોતાની સૂંઢમાં પકડીને નીચે ઉતારી.
રાણી હાથીના મહાવત સાથે પ્રેમમાં હતી. મહાવતે હાથીને આ રીતે રાણીને પકડીને નીચે ઉતારવાની તાલીમ આપેલી હતી.
દેવદત્ત પણ ધીરે ધીરે એ ગોખમાં જઈને બેસી ગયો અને નીચે શું ચાલે છે, તે જોવા લાગ્યો.
રાણી જેવી મહાવત પાસે ગઈ કે મહાવત ગુસ્સે થઈને બોલ્યો : “આજે કેમ મોડી આવી?' ને લોખંડની સાંકળ રાણીના બરડામાં ફટકારી. રાણીએ કહ્યું : મારે તો વહેલા આવવું હતું પણ નવો રખેવાળ રાત્રે ઊંઘતો જ નથી. પણ એને જેવું ઝોકું આવ્યું કે હું તે તક ઝડપીને અહીં આવી છું.' - પછી એ રાણી અને મહાવત કામક્રીડામાં લીન થઈ ગયાં. - પાછલી રાતે રાણી હાથી દ્વારા મહેલમાં આવી ગઈ. - દેવદત્ત વિચારવા લાગ્યો : “ખરેખર, વિધાતા પણ સમજી ન શકે તેવું સ્ત્રીચરિત્ર હોય છે. રાજાની રાણી તો સૂર્ય પણ જોઈ શકતી નથી. છતાં જો આવી વ્યભિચારિણી હોય તો પછી બીજી સ્ત્રીઓ તો પાણી ભરવા અને બીજા ઘણાં કામે ઘરની બહાર જાય છે, તેમનું શીલ શી રીતે ટકે? મારી પુત્રવધૂનો પણ શો વાંક? સ્ત્રીઓ ખરેખર, ચંચળ ચિત્તની હોય છે...”
દેવદત્તનું મન હલકું થઈ ગયું. તેને ઊંઘ આવી ગઈ. સવાર પડી છતાં તે ઊઠ્યો નહીં. દાસીએ તેને જગાડવા પ્રયત્ન કર્યો, છતાં તે જાગ્યો નહીં. દાસીએ
For Private And Personal Use Only