________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
એક રાત અનેક વાત પડતાંની સાથે એક ચમત્કાર થયો. વાંદરો મનુષ્ય બની ગયો! વાંદરી આ ચમત્કાર જોઈને નાચી ઊઠી! તે પણ ડાળી પરથી નીચે કૂદી પડી ને તેય મનુષ્ય-સ્ત્રી બની ગઈ. આ ચમત્કાર એ તીર્થભૂમિનો હતો.
મનુષ્ય બની ગયેલા એ વાંદરા-વાંદરીએ રહેવાનું તો એ વનમાં જ રાખ્યું. જંગલના ફળો ખાય છે ને નદીનું પાણી પીએ છે. સંસારનું સુખ ભોગવે છે.
એક દિવસ પુરુષ કહે છે : “આપણે ફરીથી ઝાડ ઉપર ચઢીને નીચે પડીએ... તો મનુષ્યમાંથી દેવ બની જઈએ! દેવ-દેવી બનીને દિવ્ય સુખો ભોગવીએ.”
સ્ત્રી કહે છે : “ના, ના, આપણે દેવ-દેવી નથી બનવું. આટલું સુખ મળી ગયું, તે ઘણું છે. વધુ લોભ સારો નહીં. આપણો દેવ-દેવી કરતાંય વધારે સુખી છીએ. કોઈ વિઘ્ન વિના આપણે સ્વેચ્છા મુજબ સુખ ભોગવીએ છીએ.”
પરંતુ પુરુષને સ્ત્રીની વાત ન ગમી. સ્ત્રીએ એને વારંવાર વાર્યો, છતાં દેવ બનવાની તીવ્ર ઇચ્છાથી તે વૃક્ષ ઉપર ચઢીને નીચે કૂદી પડ્યો.
જેવો જમીન પર પડ્યો તેવો તે પુનઃ વાંદરો થઈ ગયો!
એ તીર્થભૂમિનો એવો પ્રભાવ હતો કે પશુ હોય તે મનુષ્ય બની જતો અને મનુષ્ય હોય તે દેવ બની જતો!
વાંદરીએ ભૂલ ના કરી. એ મનુષ્ય સ્ત્રી-રૂપે જ રહી. અલબત્ત, એને પોતાનો પતિ વાંદરો બની જવાથી ઘણું દુઃખ થયું, પરંતુ હવે બીજો ઉપાય ન હતો.
બન્ને સાથે રહે છે, સાથે હરેફરે છે.
એ અરસામાં, એ વનમાં રાજાના માણસો આવી ચડ્યા. તેમણે આ સ્ત્રીને જોઈ. સ્ત્રીનું રૂપ અદ્ભુત હતું. અને એનો કંઠ પણ મધુર હતો. રાજાના માણસો એ સ્ત્રીને રાજા પાસે લઈ ગયા. રાજાએ તેની સાથે લગ્ન કર્યો, તેને રાણી બનાવી.
પેલા વાંદરાને એક મદારી પકડીને લઈ ગયો. વાંદરાને નાચતાં શિખવાડ્યું. વાંદરો જાત જાતનાં નૃત્ય કરે છે ને મદારીને કમાણી કરાવે છે.
એક દિવસ મદારી વાંદરાને લઈ, રાજાના રાજમહેલે આવ્યો. રાજા-રાણી વાંદરાના ખેલ જોવા ઝરૂખામાં આવ્યાં. વાંદરાએ રાણીને જોઈ.. તે રોવા માંડ્યો. રાણીએ કહ્યું : “હે વાનર! હવે તું એ વૃક્ષ ઉપરથી નીચે પડવાનું યાદ કરીને ૨૩ નહીં.'
For Private And Personal Use Only