________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમુદ્ર શ્રી અને પદ્મશ્રી
૧૩૧ ઊભી થઈ. મસ્તકે અંજલિ જોડી જંબૂકુમારના ચરણોમાં પ્રણામ કર્યો અને પોતાના આસને બેઠી.
વિનયપૂર્વક તેણે કહ્યું : “હે પ્રાણેશ્વર, આપ બુદ્ધિનિધાન છો. અનેક ગુણોથી સુશોભિત છો. હે પ્રિયતમ, તે છતાં આપ કેમ મગશેળિયા પથ્થર જેવા બની ગયા છો? મુશળધાર વરસાદ વરસવા છતાં મગશેળિયો પથ્થર ભીંજાતો નથી... આપ પણ આપની પ્રિયતમાની પ્રેમભરી અને હિતકારી વાત સાંભળીને જરાય ભીંજાતા નથી. આશ્ચર્ય થાય છે, નાથ! આપના જેવા રૂપવાન, ગુણવાન યુવાન પતિ તો પોતાની પ્રિયતમાઓને પ્રેમરસથી ભીંજવી નાંખે. જ્યારે આપ તો સાવ અલિપ્ત થઈને બેઠા છો. ખેર, સમુદ્રશ્રીની વાત આપે કાને ન ધરી, ભલે, આપની મરજી. ફરીથી એવી જ હિતકારી વાત હું આપને કહું છું, તે છતાં આપ હઠાગ્રહી બનીને આપની જ વાતને વળગી રહેશો તો કેવો અનર્થ થશે.. તે આપ સમજી શકો છો.
કેટલું બધું સુખ આપને મળ્યું છે? દુનિયામાં આવું સર્વ પ્રકારનું સુખ કરોડોમાંથી એકાદ મનુષ્યને મળે છે. આપને અપાર ધનસંપત્તિ મળી છે. મમતાભર્યા માતા-પિતા મળ્યાં છે. પૂર્ણ સમર્પિત પતિવ્રતા સ્ત્રીઓ મળી છે. સુંદર નીરોગી શરીર મળ્યું છે. યશ.... ઈજ્જત... પ્રતિષ્ઠા મળી છે. અપૂર્વ સૌભાગ્ય મળ્યું છે! બધું જ શ્રેષ્ઠ મળ્યું છે...
શું આટલા સુખથી સંતોષ ન કરવો જોઈએ? આ બધાં સુખો ત્યજીને, આનાથી પણ ચઢિયાતાં સુખોની ઇચ્છા કરવી ને એ સુખો લે. અજાણ્યા પ્રદેશમાં જવું.. તે શું ઉચિત છે? મને તો જરાય ઉચિત લાગતું નથી. જુઓ, એક વાંદરા-વાંદરીની વાર્તા કહીને, મારી વાતને સ્પષ્ટ કરું છું. નાથ, મારા બોલવામાં અજાણતાં કોઈ અવિનય થઈ જાય તો મને ક્ષમા કરજો. - ઉપવન જેવું એક વન હતું,
એ વનની વૃક્ષઘટામાં એક વાંદરો અને વાંદરી રહેતાં હતાં. ખૂબ આનંદથી, ઉલ્લાસથી તેઓ પોતાનું જીવન પસાર કરી રહ્યાં હતાં. વૃક્ષો પર સાથે ચઢતા ને સાથે નીચે ઊતરતાં. તેઓ નિર્ભય બનીને મુક્ત મનથી ક્રિીડા કરતાં હતાં. જ્યાં વાંદર જાય ત્યાં વાંદરી જાય, ને જ્યાં વાંદરી દોડી જાય ત્યાં વાંદરો દોડી જાય.
એ વનમાંથી ગંગા નદી વહેતી હતી. કિનારે મોટાં મોટાં વૃક્ષો ડોલતાં હતાં. આ વાનર-વાનરી ત્યાં પહોંચી ગયાં. વૃક્ષો ઉપર ચઢવા-ઊતરવા લાગ્યાં. એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદકા મારવા લાગ્યાં. ત્યાં અચાનક વાંદરો નીચે, ગંગાના કિનારા પર પડી ગયો.
For Private And Personal Use Only