________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
એક રાત અનેક વાત જીવનને ધિક્કાર છે. પણ હા, તમે એટલું તો બતાવો કે તમે આવું ભોજન કેવી રીતે બનાવ્યું?”
યજમાન સરળ હતો. તેણે કહ્યું : “બકાભાઈ, તમે જે રોટલી ખાધી તે ઘઉંમાંથી બને છે. ખેતરમાં અમે ઘઉં વાવીએ છીએ. ઘઉં વાવીને રેંટના પાણીથી ખેતર સિંચીએ છીએ. ઘઉનો પાક મળે એટલે તે ઘઉંને દળીને લોટ બનાવીએ છીએ. તે લોટની રોટલી બને છે! એવી જ રીતે ખેતરમાં શેરડી વાવીએ છીએ. શેરડી ઊગ્યા પછી તેને યંત્રમાં પીલીને તેનો રસ કાઢીએ છીએ. શેરડીનો રસ બહુ જ મીઠો હોય છે. એ રસમાંથી ગોળ બનાવીએ છીએ. હા, જો તમારે ગોળ બનાવવો હોય તો અમને કહેવરાવજો. અમે તમને એની રીત બતાવીશું.”
બકો પટેલ યજમાનની વાત સાંભળીને ખુશ થઈ ગયો. તેણે મનોમન પોતાના ખેતરમાં ઘઉં અને શેરડી વાવવાનો નિશ્ચય કરી લીધો. તે પોતાના ગામે ગયો. તેણે પોતાના ખેતરમાં કંગ અને કોદરા વાવેલાં હતાં. દાતરડું લઈને એ તો ઉપડ્યો ખેતર અને ખેતરને લણવા માંડ્યો. બકાના મોટા દીકરાએ બકાને કહ્યું: “બાપા, તમે આ શું કરો છો? આના ઉપર તો આપણો ગુજારો થાય છે... ને તમે ખેતરને ઉજાડી રહ્યા છો...?'
દીકરા, તને સમજણ ન પડે. આ કંગ અને કોદરા ઉખાડી નાંખી આપણે ઘઉં અને શેરડી વાવીશું.... પછી ગોળ અને રોટલીનું મજેદાર ભોજન કરીશું!' બકો નાચવા લાગ્યો. દીકરાએ કહ્યું :
બાપા, થોડા દિવસમાં જ આપણે કંગ અને કોદરાનો પાક લઈ લઈશું. પછી તમે ભલે ઘઉં અને શેરડી વાવજો.. નહીંતર પછી પેલી કહેવત જેવું થશે - “કેડનું બાળક જતું કરવું ને પેટના બાળકની આશા રાખવી!'
પણ બકાને તો ગોળ અને રોટલીનું ઘેન ચઢયું હતું ને! તેણે દીકરાની સાચી અને સારી વાત ન માની. તેણે ખેતરને લણી નાખ્યું. કંગ અને કોદરાનો પાક નષ્ટ થઈ ગયો.
પછી બકાએ ખેતરમાં કૂવો ખોદવો શરૂ કર્યો. ઘઉં અને શેરડીને પાણી પાવા રેંટ બનાવવો હતો ને ઘણો ઊંડો ખાડો ખોદ્યો, પરંતુ પાણી ન મળ્યું. બકો થાકી ગયો. લમણે હાથ દઈને બેઠો. પાણી વિના તો ઘઉં યે ન ઊગે અને શેરડી પણ ન પાકે.
એક બાજુ એણે કંગ અને કોદરા ખોયા.. અને બીજી બાજુ ઘઉં-શેરડીનો પાક ન થઈ શક્યો. ગોળ-રોટલીના ભોજનના મનોરથ સ્વપ્ન બની ગયા! પછી તો બકાને ઘણો પશ્ચાત્તાપ થયો. પરંતુ શું કરવાનો એ પશ્ચાત્તાપને?
For Private And Personal Use Only