________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮. સમુદ્રશ્રી અને પદ્મશ્રી
પ્રભવ અને જંબૂકુમારનો વાર્તાલાપ જંબૂકમારની આઠેય નવોઢાઓ એકાગ્ર ચિત્તે સાંભળી રહી હતી. જ્યારે જંબૂકુમારે અનેક તર્કથી અને દૃષ્ટાંતોથી પ્રભવને પ્રભાવિત કરી દીધો ત્યારે વાતનો દોર સમુદ્રશ્રીએ પોતાના હાથમાં લઈ લીધો.
સમુદ્રશ્રીએ પોતાના આસનેથી ઊભી થઈને જંબૂકમારનાં ચરણોમાં પ્રણામ કર્યા, મસ્તકે અંજલિ જોડી. આસન પર બેસીને મધુર શબ્દોમાં તે બોલી :
પ્રાણેશ્વર, શું આપ ખરેખર સંસારનો ત્યાગ કરશો? ના, ના, નાથ આપનો વિરહ અમારાથી સહન નહીં થઈ શકે. આપ અમારા પર કૃપા કરીને અમને છોડી ન જશો. અમારા માતા-પિતા પાસેથી અમને આપનો નિર્ણય જાણવા મળ્યો હતો, છતાં અમે આપને વરી છીએ.. કારણ કે અમને દઢ વિશ્વાસ છે કે આપ અમારો ત્યાગ નહીં કરો. પરંતુ આ રાજ કુમાર સાથેનો આપનો વાર્તાલાપ સાંભળી મારું મન ખળભળી ઊઠ્ય છે. •
નાથ, આપે ખૂબ ગંભીરતાથી અને દીર્ઘદૃષ્ટિથી વિચાર કરોં જોઈએ. ભાવાવેશમાં કરેલા નિર્ણયથી અને ભરેલાં પગલાંથી છેવટે પસ્તાવું પડતું હોય છે. કારણ કે ભાવાવેશ દીર્ઘ સમય ટકતો નથી. જ્યારે ભાવનાં પૂર ઊતરી જાય છે ત્યારે ઘોર નિરાશા ઘેરી વળતી હોય છે.
આ વિષયમાં એક ખેડૂતની વાર્તા મને યાદ આવે છે. સુસીમ નામનું ગામ હતું. તેમાં બકો” નામનો એક ખેડૂત પોતાના પરિવાર સાથે રહેતો હતો.
બકા પાસે એક નાનું ખેતર હતું. ચોમાસામાં એ ખેતરમાં કોદરા વાવતો હતો અને એના પર એનું ગુજરાન ચાલતું હતું. ખૂબ સંતોષથી એ જીવતો. હતો.
એક દિવસ બકો બાજુના ગામમાં પોતાના સ્વજનને ઘેર ગયો. સ્વજનને બકા ઉપર પ્રેમ હતો. તેણે બકાની સુંદર મહેમાનગતિ કરી. તેને ગોળ અને રોટલી ખાવા માટે આપી. બકાએ જિંદગીમાં ક્યારેય ગોળ-રોટલીનું ભોજન કર્યું ન હતું. એ ખૂબ રાજી થઈ ગયો. પેટ ભરીને એણે ભોજન કર્યું. તેણે યજમાનને કહ્યું : “આવું ભોજન તો અમે સ્વપ્નમાં જોયું નથી ભઈસાબ! કંગુ અને કોદરા ખાઈ ખાઈને પેટ બળી ગયું છે. તમે ખરેખર સુખી છો. અમારા
For Private And Personal Use Only