________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
પ્રભવ પ્રતિબોધ
એક દિવસની વાત છે. મહેશ્વર બહારગામ જવા ઘરેથી નીકળ્યો. નક્કી કરેલા સમયે ગાગિલાનો પ્રેમી મહેશ્વરના ઘેર આવી ગયો. ગાગિલા એની સાથે વિષયસુખ માણવામાં લીન બની, પરંતુ ત્યાં મહેશ્વર અડધે રસ્તેથી જ ઘરે પાછો આવ્યો. તેણે ઘરનો દરવાજો ખખડાવ્યો.
ગાગિલાનાં વસ્ત્રો અસ્તવ્યસ્ત હતાં. એનો પ્રેમી પણ કઢંગી સ્થિતિમાં ત્યાં ઊભો હતો. ગાગિલાએ દરવાજો ખોલ્યો. મહેશ્વરને જોતાં જ તે બાવરી બની ગઈ. ભયભીત બની ગઈ.
મહેશ્વરે પેલા દુરાચારીના વાળ પકડીને જમીન પર પટકી દીધો અને મારવા માંડ્યો. ગાગિલા ઘરના ઓરડામાં ભરાઈ ગઈ.
મહેશ્વરે પેલાને મારી મારીને અધમૂઓ કરી નાંખ્યો. લાકડી લઈને તેને પટવા માંડ્યો. ઘસડીને ઘરની બહાર દૂર મેદાનમાં ફેંકી દીધો.
મરવાની છેલ્લી ક્ષણોમાં એ દુરાચારીના મનમાં વિચાર આવ્યો : “મારા પાપનું જ આ ફળ મને મળ્યું છે..” આ વિચારની સાથે જ તેણે મનુષ્ય ગતિનું આયુષ્યકર્મ બાંધી લીધું. ને થોડી જ વારમાં તે મરી ગયો.
મરીને તે ગાગિલાના જ પેટમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયો. ગાગિલાએ સ્ત્રીચરિત્ર અજમાવીને મહેશ્વરને મનાવી લીધો.
કાળાન્તરે ગાગિલાએ પુત્રને જન્મ આપ્યો. મહેશ્વર પુત્રજન્મથી ખૂબ રાજી થયો. ગાગિલાની ભૂલને ભૂલી ગયો. પુત્રને ખૂબ પ્રેમથી ઉછેરવા લાગ્યો. ખૂબ લાડ લડાવવા માંડ્યો.
એ અરસામાં તેના પિતાના શ્રાદ્ધનો દિવસ આવ્યો. તેણે એ દિવસે વિશિષ્ટ : ભોજન કરવાનું વિચાર્યું. તે માંસાહારી હતો. તેણે માંસ માટે એક પાડાને ખરીદ્યો.
પાડાનો વધ કરાવી તેનું માંસ રંધાવ્યું. સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરાવ્યું. પત્ની અને પુત્ર સાથે તે ભોજન કરવા લાગ્યો. ઘરના દ્વારે એક કૂતરી આવીને ઊભી રહી. મહેશ્વરે કૂતરીને પણ ખાવા માટે માંસ નાંખ્યું. કુતરી ખાવા લાગી.
એ વખતે એક મુનિરાજ ભિક્ષા માટે ફરતા ફરતા મહેશ્વરના દ્વારે આવી ચઢ્યા.
મુનિરાજને એક મહિનાના ઉપવાસનું પારણું હતું. સાથે સાથે મુનિરાજ અવધિજ્ઞાની હતા. તેમણે પોતાના જ્ઞાનના પ્રકાશમાં,
For Private And Personal Use Only