________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
એક રાત અનેક વાત કુબેરદત્ત, પોતાની બહેન કુબેરદત્તાને ઓળખી શકતો નથી. કારણ કે કુબેરદત્તાએ ઉગ્ર તપશ્ચર્યા કરીને પોતાના શરીરને કૃશ કરી દીધું હતું અને તે સાધ્વીના વેશમાં હતી.
કુબેરસેના રોજ પોતાના પુત્રને સાધ્વીની પાસે મૂકી જાય છે અને સાધ્વી હસતાં જાય છે, બાળકને હસાવતાં જાય છે ને એક હાલરડું ગાતાં જાય છે
ભાઈ તું, બેટા તું માહરો દેવર વળી ભત્રીજ, પીતરાઈને પોત્ર ઈમ તુજથી છ સંબંધના બીજ. ભાઈ, પિતા, પિતામહ, ભર્તા, બેટો, સસરો તેહ, છ સંબંધ ધરું છું તાહરા જનકથી હું સસનેહ. માતા, પિતામહી, ભોજાઈ, વહુ સાસુ વળી શોક,
છ સંબંધ ધરાવે મુજથી માતા તુજ અવલોકસાધ્વી એવા સ્વરે આ હાલરડું ગાય છે કે કુબેરદત્ત અને કુબેરસેના પણ સાંભળે. રોજ-રોજ ગાય છે. કુબેરદત્તને એનો અર્થ સમજાતો નથી. એક દિવસે તેણે સાધ્વીને પૂછયું :
હે પૂજ્યા, આપ મારા આ પુત્રને રોજ રોજ જે હાલરડું સંભળાવો છો, એનો અર્થ મને સમજાતો નથી. જાણે તમે અટપટું બોલતાં હો, અસંબદ્ધ બોલતાં હો, એવું લાગે છે.”
સાધ્વી કુબેરદત્તા જે અવસરની રાહ જોતાં હતાં, એ અવસર આવી લાગ્યો. તેમણે કહ્યું :
કુબેરદત્ત, આ તારા પુત્ર સાથે મારે છ પ્રકારના સંબંધ છે. તારી સાથે છ પ્રકારના સંબંધ છે અને આ બાળકની જનેતા સાથે મારે છ સંબંધ છે! એમ કુલ ૧૮ પ્રકારના સંબંધ થાય છે તમારા ત્રણ સાથે!
કુબેરદત્ત સાધ્વીની વાત સાંભળી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. તેણે કહ્યું: કૃપા કરીને મને અઢાર પ્રકારના સંબંધો સમજાવો.”
સાધ્વીજીએ કહ્યું : ૧. આ બાળકની અને મારી માતા એક છે, માટે આ બાળક મારો ભાઈ થાય. ૨. આ બાળક મારા પતિનો પુત્ર હોવાથી મારો પણ પુત્ર કહેવાય. ૩. મારા પતિનો આ બાળક નાનો ભાઈ હોવાથી તે મારો દિયર થાય. તમારા
પતિને અને આ બાળકને જન્મ આપનારી એક જ સ્ત્રી કુબેરસેના છે.)
For Private And Personal Use Only