________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
એક રાત અનેક વાત મથુરા નામની નગરી હતી. તે નગરીમાં “કુબેરસેના' નામની એક વેશ્યા રહેતી હતી. કુબેરસેનાએ પુત્ર-પુત્રીના એક જોડલાને જન્મ આપ્યો. પુત્રનું નામ પાડ્યું કુબેરદત્ત અને પુત્રીનું નામ રાખ્યું કુબેરદત્તા.
દસ દિવસ સુધી બન્નેને કુબેરસેનાએ સ્તનપાન કરાવ્યું. પછી એક મજબૂત પેટીમાં ગાદી પાથરીને બન્નેને સુવાડી દીધાં. બન્નેની પાસે તેમના નામની બે સોનાની વીંટી મૂકી. પેટી બંધ કરીને યમુના નદીમાં તરતી મૂકી દીધી.
તે પેટી તરતી તરતી શૌરીપુરી નગરીના કિનારે પહોંચી.
પ્રભાતનો સમય હતો. શૌરીપુરીના બે યુવાન શ્રેષ્ઠીઓ ફરવા માટે યમુનાના કિનારે આવેલા. તેમણે નદીના પ્રવાહમાં તરતી સુંદર રત્નજડિત પેટીને જોઈ. તેમને આશ્ચર્ય થયું. તેમણે પેટી બહાર કાઢી. બન્ને શ્રેષ્ઠીઓએ પરામર્શ કર્યો. પેટીમાંથી જે નીકળશે તે અડધું-અડધું લઈ લઈશું.' તેમણે પેટી ખોલી... બે બાળકોને જોયાં. બાળકો સુંદર હતાં. એક પુત્ર લીધો, બીજાએ પુત્રી લીધી. બાળકોના નામની સોનાની વીંટીઓ પણ લઈ લીધી. (નામ ઉપરથી તેમણે અનુમાન કર્યું કે આ ભાઈ-બહેન છે.)
બાળકોને તેઓ પોતપોતાના ઘેર લઈ ગયાં. બાળકો પુણ્યશાળી હતાં, એટલે લાડકોડથી ઉછરવા લાગ્યાં.
ભણી-ગણીને બન્ને કુબેરદત્ત અને કુબેરદત્તા મોટાં થયાં. બન્ને શ્રેષ્ઠીઓએ આ બેની સરખેસરખી જોડી છે,” એમ જાણીને બન્નેને પરણાવી દીધાં. ભાઈ-બહેન પતિ-પત્ની બની ગયાં. બન્નેની વીંટીઓ બન્નેની પાસે હતી.
ભલે બન્ને પતિ-પત્ની બન્યાં, પરંતુ એકબીજા પ્રત્યે તેમનો મોહ જાગતો નથી. વિષયવાસના જાગતી નથી.
એક દિવસ બન્ને સોગટાં-બાજી રમવા બેઠાં. રમતાં રમતાં કુબેરદત્તની વીંટી આંગળીમાંથી નીકળીને કુબેરદત્તાના ખોળામાં પડી. કુબેરદત્તાએ પોતાની વીંટી સાથે એ વીંટીને સરખાવીને જોઈ. તે વિચારમાં પડી ગઈ. “આ બન્ને વીટી સમાન છે. શું અમે બે ભાઈ-બહેન તો નહીં હોઈએ? શું તે માટે જ અમને એકબીજા પ્રત્યે કામવાસના નથી જાગતી?' તેણે કુબેરદત્તને કહ્યું : “આપણે આપણા માતા-પિતાને આ વિષયમાં પૂછીએ તો?' કુબેરદને હા પાડી.
For Private And Personal Use Only