________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભવ પ્રતિબોધ
૧૧૯ પેલો મુસાફર એટલે સંસારી જીવ. જંગલ એટલે સંસાર. હાથી એટલે મૃત્યુ. કૂવો એટલે મનુષ્યજન્મ. અજગર એટલે નરકગતિ. બીજા સાપ એટલે ક્રોધ-માન-માયા અને લોભરૂપ કષાયો. વડની વડવાઈ એટલે જીવાત્માનું આયુષ્ય, સફેદ અને કાળા ઉદર એટલે શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષ. મધમાખીઓ એટલે અનેક પ્રકારની આધિ-વ્યાધિ અને ઉપાધિઓ અને પેલાં મધુબિંદુ એટલે વૈષયિક સુખો.
પ્રભવ, આવી વિકટ પરિસ્થિતિમાં માની લે કે કોઈ દેવ અથવા વિદ્યાધર આવીને કહે : “હે મુસાફર, તું આવી જા મારા વિમાનમાં, હું તને સુરક્ષિત જગાએ પહોંચાડી દઉં...” તો ગમે કે નહીં?”
કુમાર, કેમ ન ગમે? જરૂર ગમે.” મિત્ર, તો પછી, દેવ અને વિદ્યાધર કરતાં ચઢિયાતા ગુરૂદેવ શ્રીસુધર્મા સ્વામી મને મળી ગયા. મને આ ભવના જંગલમાંથી ઉગારનારા મળી ગયા... મને ગમે કે નહીં? મારે તેમની પાસે જવું જોઈએ કે નહીં?
કેટલી બધી વ્યાધિઓ ને આપત્તિઓ છે આ ભવના જંગલમાં? તેમાં વૈિષયિક સુખ છે માત્ર મધુબિંદુ જેટલું એટલાં સુખનો રાગ શા કામનો? ચારે બાજુનાં દુઃખોનો વિચાર કરવામાં આવે તો એ રાગ ટકે જ નહીં. આવી પરિસ્થિતિમાં ઉદ્ધારક ગુરુદેવ મળી જાય તો કોણ રહે આ ભવવનમાં?'
પ્રભવ એના જીવનમાં આવી વાતો પહેલી જ વાર સાંભળી રહ્યો હતો. એને જંબૂકુમારની વાતો સમજાઈ ખરી, પરંતુ પૂરેપૂરી નહીં. એટલે તેણે કહ્યું ઃ
કુમાર, તારી જાત માટે તેં કરેલો વિચાર મને ગમ્યો; પરંતુ તારે શું તારાં માતા-પિતાની અને તારી આ પ્રેમાળ પત્નીઓનો વિચાર ન કરવો જોઈએ? એમના પ્રત્યે શું તારાં કોઈ કર્તવ્ય નથી? તું આ બધાંનો ત્યાગ કરીને સાધુ બની જઈશ. તો તારા પ્રત્યે અગાધ પ્રેમ ધરાવનારા તારા આ સ્વજનો કેટલાં દુઃખી થશે? શું આ બધાને દુઃખી કરીને તું સુખી બનીશ? એ રીતે સુખી બનવું શું યોગ્ય છે? શું તું મને આનો જવાબ આપીશ?”
અવશ્ય જવાબ આપું છું, પ્રભવ.” જંબૂકમારે આઠેય પત્નીઓ સામે જોયું. આઠેય સ્ત્રીઓ તન્મય બનીને જે બૂ-પ્રભવનો વાર્તાલાપ સાંભળી રહી હતી. જિંબૂએ કહ્યું :
“પ્રભવ, હું તને એક વાર્તાના માધ્યમથી તારા પ્રશનનો પ્રત્યુત્તર આપું છું.” સાંભળતાં તને આનંદ થશે તે વાત સરળતાથી સમજાઈ જશે.
For Private And Personal Use Only