________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮
એક રાત અનેક વાત
હતો. ઉપદેશ સાંભળતાં સાંભળતાં પૂર્વજન્મોના ત્યાગ, વૈરાગ્યના સંસ્કારો જાગ્રત થવા લાગ્યા. તેને સંસારનાં સુખો સ્વપ્નવત-મિથ્યા લાગવા માંડડ્યાં. શ્રમણજીવનનું આકર્ષણ પ્રગટવા માંડયું. વૈયિક સુખોની ઇચ્છાઓ વિરામ પામવા માંડી, ત્રણ કલાકમાં એણે પોતાના મનમાં જીવન-પરિવર્તનનો નિર્ણય કરી લીધો.
ઉપદેશ શ્રવણ કરીને લોકો પ્રફુલ્લિત ચિત્તે નગર તરફ ચાલ્યા. જંબૂકુમાર ત્યાં બેસી રહ્યો. બધા લોકો ચાલ્યા ગયા પછી એ શ્રી સુધર્માસ્વામી પાસે ગયો. ત્રણ પ્રદક્ષિણા દીધી. ભાવપૂર્વક વંદના કરી અને વિનયપૂર્વક બોલ્યો :
‘ગુરુદેવ, આજે આપનો ઉપદેશ સાંભળતાં મારૂં મન ગૃહવાસ પ્રત્યે વિરક્ત બન્યું છે. શ્રમણજીવન જીવવા માટે મારો આત્મા તત્પર બન્યો છે. પ્રભો, આપ અહીં રોકાવાની કૃપા કરશો. હું માતા-પિતાની અનુમતિ લઈને શીઘ્ર પછો આવું છું. આપ મને ચારિત્રધર્મ આપીને, આ ભવસાગરથી મારો ઉદ્ધાર કરશો ને?’
‘વત્સ, તારા હૃદયમાં ઉત્તમ ભાવ જાગ્યો છે. ચારિત્રધર્મથી જ આત્માની મુક્તિ થાય છે ને પરમ સુખ પ્રાપ્ત થાય છે. અમે અહીં સ્થિરતા કરવાના છીએ. તારી પવિત્ર ભાવનાને સફળ બનાવવામાં વિલંબ ન કરીશ.'
‘ભગવંત, હું વિલંબ નહીં કરી શકું. મારૂં મન આપનાં ચરણોમાં આવી જવા માટે ઉત્કંઠિત બન્યું છે. હું હમણાં જ ઘરે જઈને મારાં માતા-પિતાની સમક્ષ મારી ભાવના વ્યક્ત કરીશ. મને પૂરો વિશ્વાસ છે કે મારાં માતા-પિતા મારી ઇચ્છાને પૂર્ણ કરશે.'
વત્સ, તારો માર્ગ કુશળ હો.’ શ્રી સુધર્મા સ્વામીએ આશીર્વાદ આપ્યા અને જંબૂકુમાર રથમાં બેસી નગર તરફ ચાલ્યો.
જ્યારે તેનો ૨થ નગ૨ના મુખ્ય દ્વાર પાસે પહોંચ્યો ત્યારે ત્યાં સેંકડો હાથીઘોડા જોયા. હજારો સૈનિકોને જોયા. તેના રથને નગરમાં પ્રવેશવાનો માર્ગ અવરુદ્ધ હતો. તેણે નગરના બીજા દરવાજા તરફ રથને હંકાર્યો.
બીજા દરવાજે આવીને જંબૂકુમારે જોયું તો દ્વાર ઉપર પથ્થરની મોટી-મોટી શિલાઓ લટકતી હતી. દુશ્મનોથી બચવાનો એ રક્ષાપ્રબંધ હતો. એ દરવાજામાં પ્રવેશ ક૨વાનું જોખમભર્યું હતું. જંબૂકુમાર વિચારે છે : ‘સાહસ કરીને દરવાજામાં પ્રવેશ તો કરી લઉં, પરંતુ કદાચ એકાદ શિલા મારા પર પણ તૂટી પડે... ને પ્રાણ નીકળી જાય મારા, તો હું ચારિત્ર્ય ધર્મના પાલન વિના જ આ મનુષ્યજીવન
For Private And Personal Use Only