________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્ન નક્કી થયાં
૧૦પ “સાચી વાત છે આપની...” વાતનો દોર લંબાવતાં શ્રેષ્ઠી સાગરદત્ત બોલ્યા. કુમાર દીક્ષા લઈ લે... પછી આપણી પુત્રી શું કરે? એના જીવનનું શું? એટલે હું પણ મારી પુત્રીનું લગ્ન જંબૂકુમાર સાથે કરવાનું પસંદ નથી કરતો.”
કુબેરદત્તે કહ્યું : “જો આપણી કન્યાઓને સંસારનાં સુખ મળવાનાં જ ન હોય, તો પછી લગ્ન કરવાનો અર્થ શો? હા, આપણે સહુ જઈને જંબૂકૂમારને સમજાવીએ... ને તેઓ દીક્ષાનો વિચાર પડતો મૂકી દે.. તો લગ્ન કરી શકાય.'
એ વાત મને શક્ય લાગતી નથી.” શ્રેષ્ઠી કુબેરદત્તે કહ્યું.
એમને સમજાવવાનો પ્રયત્ન એમનાં માતા-પિતાએ ખૂબ કરેલો છે. છતાં તેઓ માન્યા નથી. તો આપણા સમજાવવાથી એ માનશે ખરા? ભલે એ દીક્ષા લે... હું તો મારી કન્યા માટે બીજા સુયોગ્ય છોકરાની તપાસ કરીશ.'
“હું પણ એ જ વિચારું છું... જંબૂકુમાર જેવા બીજા પણ શ્રેષ્ઠીપુત્રો મળી જશે...' કનકસેન શ્રેષ્ઠીએ કુબેરદત્તની વાતને ટેકો આપતાં કહ્યું. વૈરાગી બનેલા કુમારે લગ્ન જ શા માટે કરવાં જોઈએ?'
એ સ્વયં તો લગ્ન કરવા ઇચ્છતા જ નથી. આ તો એમનાં માતા-પિતાના આગ્રહથી લગ્ન કરવા સંમત થયા છે અને આગ્રહ કરવાનું પ્રયોજન મને તો એ લાગે છે કે એક વખત લગ્ન થયા પછી આઠ પત્નીઓના મોહમાં દીક્ષાની વાત ભૂલી જાય કુમાર!” શ્રેષ્ઠી શ્રમણદત્તે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો.
એટલે, જો આપણી કન્યાઓ માની જાય અને લગ્ન કરીએ... તો મને વાંધો લાગતો નથી.'
આ અંગે, તો પછી આપણી કન્યાઓને પૂછવું પડે ને? કન્યાઓને વિશ્વાસ હોય કે “અમે લગ્ન કરીને કુમારને રાગી બનાવી શકીશું... ને દીક્ષા નહીં લેવા દઈએ તો લગ્ન કરવામાં મને કાંઈ ખોટું લાગતું નથી.' શ્રેષ્ઠી વસુસેને કહ્યું.
વસુપાલિતે કહ્યું : “કન્યાઓ તો ઉત્સાહમાં “હા” કહી દે. પરંતુ તેઓ કુમારને રાગી ન બનાવી શકે ને કુમાર દીક્ષા લઈ લે... તો પછી એ કન્યાઓને પોક મૂકીને જિંદગી સુધી રહેવાનું ને? માટે એવું સાહસ ન કરવું જોઈએ.”
સાતેય શ્રેષ્ઠીઓના અભિપ્રાય જાણ્યા પછી સમુદ્રપ્રિય બોલ્યા :
મહાનુભાવો, તમારા બધાના કહેવાનો સૂર મને એક લાગે છે કે આપણે આપણી કન્યાઓનું લગ્ન જંબૂકુમાર સાથે નથી કરવું! બરાબર ને?'
હા, હા, નથી કરવું. બધા શ્રેષ્ઠીઓ બોલી ઊઠ્યા. “તો પછી આપણે અત્યારે જ આપણો નિર્ણય તેમને જણાવી દેવો જોઈએ.'
For Private And Personal Use Only