________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫. લગ્ન નક્કી થયાં,
શ્રેષ્ઠી ઋષભદત્તનો સંદેશો આઠેય વેવાઈઓને પહોંચી ગયો. જાણે ધરતીકંપનો આંચકો લાગ્યો હોય તેમ તેઓ હલી ગયા. મૂઢ બની ગયા.
શ્રેષ્ઠી સમુદ્રપ્રિયે તરત સંદેશા મોકલીને બાકીના સાત શ્રેષ્ઠીઓને પોતાના ઘરે બોલાવ્યા. સહુ ગંભીર હતા. સહુના મુખ પર ચિંતાની રેખાઓ ઊપસી આવી હતી.
સમુદ્રપ્રિયની પુત્રી સમુદ્રશ્રીએ એક પછી એક શ્રેષ્ઠીઓને હવેલીમાં પ્રવેશતા જોયા. સહુને ઉદાસ અને ચિંતામગ્ન જોયા. તેણે પોતાની માતા પદ્માવતીને પૂછ્યું : 'મા, આજે આ બધા શ્રેષ્ઠી આપણે ત્યાં શા માટે આવ્યા છે? બધા ઉદાસ દેખાય છે...'
પદ્માવતી પુત્રીની સામે જોઈ રહી. તેની આંખોમાંથી બે આંસુ જમીન પર ટપકી પડવાં. સમુદ્રશ્રીએ માતાના બે હાથ પકડી લીધા. એ સમજી ગઈ કે
જરૂર કંઈ અશુભ બની ગયું છે. પદ્માવતીએ કહ્યું : “બેટી, આપણા સહુ માટે વિકટ પ્રશ્ન ઊભો થયો છે. શ્રેષ્ઠી ઋષભદને સંદેશો મોકલ્યો છે કે “જંબૂકમાર વૈરાગી બન્યા છે. અમારા આગ્રહથી તેઓ લગ્ન કરવા તો તૈયાર થયા છે, પરંતુ લગ્ન કર્યા પછી તેઓ દીક્ષા લેવાનું કહે છે, એટલે તમારે તમારી કન્યાઓનાં લગ્ન કરવાં છે કે નથી કરવાં, તેનો નિર્ણય જણાવો.'
એ નિર્ણય કરવા માટે આ બધા શ્રેષ્ઠીઓ આપણે ત્યાં આવ્યા છે. પદ્માવતીની વાત સાંભળીને સમુદ્રશ્રી ગંભીર વિચારમાં પડી ગઈ. તે ચૂપચાપ ત્યાંથી પોતાના ખંડમાં ચાલી ગઈ.
૦ ૦ ૦ મહાનુભાવો, શ્રેષ્ઠી ત્રઋષભદત્તનો સંદેશો આપણને સહુને મળી ગયો છે. હું આપ સહુને વિનંતી કરું છું કે આપ સહુ નિખાલસ મનથી પોતપોતાનો અભિપ્રાય વ્યક્ત કરો.”
સમુદ્રપ્રિય શ્રેષ્ઠીએ વાતનો પ્રારંભ કર્યો. પાસે જ બેઠેલા શ્રેષ્ઠી સમુદ્રદત્ત કહ્યું: “જંબૂકુમાર વૈરાગી બન્યા છે. તેમની પોતાની ઇચ્છા લગ્ન કરવાની નથી. તેમનાં માતા-પિતાના આગ્રહથી તેઓ લગ્ન કરવા તૈયાર થયા છે. ને લગ્ન કર્યા પછી તેઓ દીક્ષા લેવાનું કહે છે... આ પરિસ્થિતિમાં હું મારી કન્યાનું લગ્ન કરવાનું પસંદ નથી કરતો.”
For Private And Personal Use Only