________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
એક રાત અનેક વાત “જણાવી જ દેવો જોઈએ. વિલંબ શા માટે કરવો?” શ્રેષ્ઠી સમુદ્રદત્તે કહ્યું. આપનો અભિપ્રાય જણાવવાની ઉતાવળ ન કરશો પિતાજી!' સમુદ્રશ્રીએ મંત્રણાગૃહમાં પ્રવેશ કરીને ધડાકો કરી દીધો. સહુ શ્રેષ્ઠીઓ સમુદ્રશ્રીની સામે જોઈ રહ્યા.
બેટી, તું શા માટે અહીં આવી?' સમુદ્રપ્રિયે જરા નારાજ થઈને સમુદ્રશ્રીને કહ્યું.
“એટલા માટે પિતાજી હું આવી છું કે આપ અમારા માટે કોઈ નિર્ણય ન કરો. અમારા ભવિષ્યનો નિર્ણય અમને આઠેય કન્યાઓને કરવા દો.” “એટલે?'
પિતાજી, અમે આઠેય કન્યાઓએ ઉપરના માળે ભેગી થઈને નિર્ણય કર્યો છે કે અમે જંબૂકુમાર સાથે જ લગ્ન કરીશું.” પણ એ તું લગ્ન કરીને દીક્ષા લેવાના છે.”
ભલે લે દીક્ષા.. આપે સહુએ વચન આપેલું છે કુમાર સાથે અમારાં લગ્ન કરવાનું. એ વચન આપે પાળવું જ જોઈએ. આપનું વચન મિથ્યા ન થવું જોઈએ.”
અમે વચનભંગ નથી કરતા. આ તો જ્યારે કુમાર લગ્ન કર્યા પછી તરત જ દીક્ષા લેવાની વાત કરે છે, એટલે અમારે પુનર્વિચાર કરવો પડે છે. તમારા હિતનો વિચાર અમે નહીં કરીએ તો બીજો કોણ કરશે?”
પિતાજી, હું જે કાંઈ આપ પૂજ્યોની સમક્ષ કહીશ, તે અમારા આઠ વતી કહીશ.” સમુદ્રશ્રીએ આઠેય શ્રેષ્ઠીઓ તરફ દૃષ્ટિ કરીને ગંભીર સ્વરે કહ્યું : “હે પૂજ્યો, આપ અમારાં હિતનો વિચાર કરનારા છો, એમાં જરાય શંકા નથી. આપ અમારા ઉપકારી છો, અમારા પાલનહાર છો. અમને ઉચ્ચ કોટિના સંસ્કારો પણ આપે જ આપેલા છે.
આપે જ્યારથી અમારી સગાઈ જંબૂકુમાર સાથે કરી, ત્યારથી અમે એમને અમારા હૃદયમાં પતિરૂપે બિરાજિત કરીને હંમેશાં એમની માનસપૂજા કરી છે. હવે અમે એમનો ત્યાગ કરી શકીએ ખરી? અમારા માટે શક્ય નથી પિતાજી, અમારા હૃદયના દેવ તો એ જ રહેશે.
એ વૈરાગી થયા છે. ભલે થયા. અમે એમને રાગી બનાવવા પૂરા પ્રયત્નો કરીશું! ભાવો પરિવર્તનશીલ હોય છે. રાગી જ વિરાગી બની શકતો હોય તો
For Private And Personal Use Only