________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1 . પ્રભવ મળે છે!!
જયપુર નામનું નગર હતું. વિધ્યાચલની તળેટીમાં વસેલા એ નગરના રાજાનું નામ પણ વિંધ્યરાજ હતું. વિંધ્યરાજના બે પુત્ર હતા. મોટાનું નામ હતું પ્રભવ અને નાનાનું નામ હતું પ્રભુ.
પ્રભવ પરાક્રમી હતો, પરંતુ સ્વતંત્ર પ્રકૃતિનો હતો. તેને જે વાત ઠીક લાગતી તે તડ ને ફડ કહી દેતો. વિધ્યરાજને પણ કટુ વચન સંભળાવવામાં તે અચકાતો નહીં. તેનો વ્યવહાર રૂક્ષ હતો. તેની વાણી કડવી હતી... આના કારણે તેનામાં રહેલા ઉદારતા વગેરે ગુણો પ્રશંસા નહોતા પામતા.
પ્રભુ પણ વીર રાજકુમાર હતો. તે વિનયી, વિવેકી અને વ્યવહારદક્ષ હતો. વિંધ્યરાજનો પ્રેમ તેણે સંપાદન કરેલો હતો. તેની વાણી મધુર હતી. તે પ્રજાવત્સલ હતો. વિંધ્યરાજ રાજનીતિમાં પ્રભુની સલાહ લેતા હતા, એવો એ બુદ્ધિમાન હતો.
વિધ્યરાજ જ્યારે સંસારના સુખો પ્રત્યે વિરક્ત બન્યા, ત્યારે તેમણે પ્રભુને રાજા બનાવવાનો વિચાર કર્યો. મંત્રીઓની સલાહ લીધી અને પ્રભુના રાજ્યાભિષેકની રાજ્યમાં ઘોષણા કરાવી દીધી.
પ્રભવ ચમકી ઊઠ્યો.
પ્રાચીન રાજપરંપરા મુજબ જ્યષ્ઠ પુત્ર રાજ્યના અધિકારી બનતો હતો, રાજાનો ઉત્તરાધિકારી બનતો હતો. આ પરંપરાને વિંધ્યરાજે તોડી હતી. સ્વમાની પ્રભાવને પોતાનું ઘોર અપમાન લાગ્યું. તેના મનમાં પિતા પ્રત્યે ધોર દેષ જાગી ગયો. તે પ્રભુના રાજ્યાભિષેકમાં ઉપસ્થિત ન રહ્યો. રાજ્યાભિષેકની આગલી રાત્રે જ તે જયપુર છોડીને દૂર ચાલ્યો ગયો.
તેણે વિંધ્ય પર્વતની ખીણોમાં... ગુફાઓમાં અને શિખરો પર પરિભ્રમણ કરવા માંડ્યું. તેનું મન અશાન્ત હતું. તેનું હૃદય સંતપ્ત હતું.
એક દિવસ તે એક ગુફામાં વિશ્રામ કરવા પ્રવેશ્ય. ગુફામાં એક યોગીપુરુષ નિરાશવદને બેઠેલો હતો. પ્રભવે તેની પાસે જઈ પ્રણામ કર્યા. યોગીએ પ્રભવને જોયો. તેણે પૂછ્યું :
તું કોણ છે?
For Private And Personal Use Only